ICC Rule Book EP 30: બેટ્સમેન ગ્રાઉન્ડની બહાર હોય એવું ક્યારે કહેવાય?
ક્રિકેટમાં દરેક રન, દરેક વિકેટ અને દરેક નિયમ મેચના પરિણામને બદલવા માટે જવાબદાર બની શકે છે. આજના આર્ટીકલમાં આપણે સમજશું ICC / MCC રૂલબુક મુજબ નિયમ નંબર 30 – “Batter out of his/her ground” એટલે બેટ્સમેન ક્યારે "ગ્રાઉન્ડની બહાર" ગણાય છે.

ICCના નિયમ નંબર 30 અનુસાર, જો બેટ્સમેનનું શરીર અથવા બેટ પોપિંગ ક્રીઝ પર જમીન સાથે સંપર્કમાં ન હોય, અને બોલ સ્ટેમ્પ પર વાગે ત્યારે તેને ગ્રાઉન્ડની બહાર (out of ground) ગણવામાં આવે છે.

બેટ્સમેન રન લેતી વખતે ક્રીઝને પાર ન કરતો હોય, બેટ અથવા શરીર પોપિંગ ક્રીઝને સ્પર્શતું ન હોય, જો બેટ્સમેન ક્રીઝ પાર કરી જાય છે પણ પછી સંપર્ક ગુમાવે છે, તો પણ ચોક્કસ પરિસ્થિતિમાં તેને ‘out of ground’ ગણવામાં આવે છે.

જ્યાં બેટ્સમેન છેલ્લે ઊભો હતો તે જગ્યા તેનું ગ્રાઉન્ડ ગણાય છે. જો બન્ને બેટ્સમેન પિચની મધ્યમાં હોય અને વિકેટ પડે, તો જે નજીકમાં હોય તેને ‘અંદર’ અને જે દૂર હોય તેને ‘બહાર’ માનવામાં આવે છે.

આ નિયમ મુખ્યત્વે રનઆઉટ, સ્ટમ્પિંગ અને રીપ્લે રિવ્યૂ વખતે અમ્પાયર દ્વારા નિર્ણય લેતી વખતે ઉપયોગમાં લેવાય છે.

ગ્રાઉન્ડની અંદર રહે તો બેટ્સમેન સુરક્ષિત (નોટઆઉટ) છે. બેટ અથવા શરીર પોપિંગ ક્રીઝ પર હોવું જરૂરી છે, જો ના હોય તો ખેલાડી 'Batter out of his/her ground' ગણાય છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)
ક્રિકેટની રમત ખેલભાવના અને નિયમ અનુસાર રમાય એ માટે ICCના નિયમો બનાવવામાં આવ્યા છે. જેનો વિસ્તારથી ઉલ્લેખ ક્રિકેટ રૂલબુકમાં છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
