AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli Retirement : ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી વિરાટ કોહલીને આટલા કરોડ રૂપિયાનું થયું નુકસાન

ભારતીય ક્રિકેટ દિગ્ગજ વિરાટ કોહલીએ T20 પછી ટેસ્ટ ફોર્મેટને અલવિદા કહ્યું. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના ચાહકોને આ વિશે માહિતી આપી હતી. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી વિરાટ કોહલીને મોટું નુકસાન થયું છે.

| Updated on: May 12, 2025 | 5:59 PM
ટીમ ઈન્ડિયાને આવતા મહિને ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે. આ પહેલા ભારતીય ક્રિકેટને મોટો ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા બાદ વિરાટ કોહલીએ પણ નિવૃત્તિની જાહેરાત કરી છે.

1 / 7
તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે વિરાટે BCCIને ટેસ્ટ ફોર્મેટ છોડવા અંગે જાણ કરી છે અને ક્રિકેટ બોર્ડ તેમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ વિરાટે અચાનક સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાના 14 વર્ષના લાંબા ટેસ્ટ કરિયર પર બ્રેક લગાવી દીધો. આ નિર્ણયને કારણે વિરાટને ચાલુ વર્ષમાં મોટું નુકસાન થવાનું છે.

2 / 7
વિરાટ કોહલીએ આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. આ ઓસ્ટ્રેલિયા પ્રવાસ વિરાટ માટે ખૂબ જ ખરાબ રહ્યો. તે 5 મેચની શ્રેણીમાં ફક્ત એક જ સદી ફટકારી શક્યો. ત્યારથી, તેની ટેસ્ટ કારકિર્દી પર પ્રશ્નાર્થ સર્જાયો અને અંતે, તેણે તેને અલવિદા કહેવાનો નિર્ણય લીધો.

3 / 7
આ વર્ષે ટીમ ઈન્ડિયાએ કુલ 9 વધુ ટેસ્ટ મેચ રમવાની છે. BCCI તેના ખેલાડીઓને એક ટેસ્ટમાં મેચ ફી તરીકે 15 લાખ રૂપિયા આપે છે. જો વિરાટે આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ ન લીધી હોત, તો તે ચાલુ વર્ષે ટેસ્ટ ફોર્મેટમાંથી 1 કરોડ 35 લાખ રૂપિયા કમાઈ શક્યો હોત.

4 / 7
વિરાટ કોહલીની આ 14 વર્ષની લાંબી ટેસ્ટ કારકિર્દી ભારતીય ક્રિકેટમાં હંમેશા યાદ રહેશે. માત્ર ખેલાડી તરીકે જ નહીં, પણ કેપ્ટન તરીકે પણ તેણે દેશ માટે ઘણું સારું પ્રદર્શન કર્યું છે.

5 / 7
તેણે ટીમ ઈન્ડિયા માટે કુલ 123 ટેસ્ટ મેચ રમી, જેમાં 46.85 ની સરેરાશથી 9230 રન બનાવ્યા. આ દરમિયાન, વિરાટે 31 અડધી સદી અને 30 સદી પણ ફટકારી.

6 / 7
આ ઉપરાંત, કોહલીએ 68 ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું અને 40 મેચોમાં ટીમને જીત અપાવી. તેમની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ ફક્ત 17 ટેસ્ટ મેચ હારી અને 11 ડ્રો રહી. (All Photo Credit : PTI)

7 / 7

કોહલીએ T20 બાદ ટેસ્ટ ફોર્મેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે. હવે વિરાટ ટીમ ઈન્ડિયા માટે માત્ર વનડે ફોર્મેટમાં જ રમશે. વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">