AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anurag Dobhal : યુટ્યુબરે લાઈવ સ્ટ્રીમિંગ કરી 150ની સ્પીડે કાર ચલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, ICUમાં દાખલ

Anurag Dobhal Suicide Attempt : યુટ્યુબર અનુરાગ ડોભાલે લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તે કાર ચલાવી રહ્યો હતો અને અકસ્માત બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તેના સપોર્ટમાં કેટલાક સ્ટાર પણ આવ્યા છે. તેમનું કહેવું છે કે, આત્મહત્યા સમાધાન નથી.

Anurag Dobhal : યુટ્યુબરે લાઈવ સ્ટ્રીમિંગ કરી 150ની સ્પીડે કાર ચલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, ICUમાં દાખલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2026 | 12:43 PM
Share

યુટ્યુબર અનુરાગ ડોભાલે લાઈવ સ્ટ્રીમ દરમિયાન પોતાની કાર ડિવાઈડર સાથે અથડાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બિગ બોસ 17નો સ્પર્ધક રહી ચૂકેલો ફેમસ યુટ્યુબર અનુરાગ ડોભાલ છેલ્લા કેટલાક દિવસથી પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં હતો. તેને લોકો UK07ના નામથી પણ ઓળખે છે.હાલમાં તે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન હાઈ સ્પીડ કાર ચલાવતા કાર ડિવાઈડર સાથે અથડાય હતા. જેમાં યુટ્યુબર ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

150ની સ્પીડની કાર ચલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

સોશિયલ મીડિયા પર અનુરાગ ડોભાલનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં આ આખા અકસ્માતની ઘટના કેદ થઈ છે. આ વીડિયો ત્યારનો છે જ્યારે તે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થયો હતો. લાઈવ દરમિયાન તેમણે તેની કારની સ્પીડ અચાનક વધારી હતી અને 150ની સ્પીડમાં કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. મેરઠ એક્સપ્રેસ વે પર તેની કાર અનિયંત્રિત થઈ ડિવાઈડર સાથે અથડાય હતા. આ લાઈવ સ્ટ્રીમ તેના ફોલોઅર્સ પણ જોઈ રહ્યા હતા.નોંધનીય છે કે યુટ્યુબર અને મોટર વ્લોગર અનુરાગ ડોભાલ (UK07 રાઇડર) બિગ બોસ સીઝન 17 માં દેખાયો હતો. તેઓ શોમાં “બાબુ ભૈયા” ના નામથી લોકપ્રિય થયો હતો. રિપોર્ટ અનુસાર, તેમની કુલ સંપત્તિ 25 થી 30 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે, જેમાં ઘણા મોંઘા વાહનોનો સમાવેશ થાય છે.

લાઈવ દરમિયાન અનુરાગ ડોભાલે એવું કાંઈ કહ્યું જેને સાંભળીચાહકો પણ ચિંતામાં આવ્યા હતા. તેમણે કહ્યું મમ્મી આગલા જન્મમાં આવું તો માત્ર પ્રેમ આપજે. ખુબ જરુરી હતો પ્રેમ, લોકો જ વધ્યા નથી. કોને ફોન કરું. તેના અડધા કલાક પછી તેમણે પોતાની આપવીતી સંભળાવી હતી. ત્યારબાદ લાસ્ટમાં લેટ્સ ગો ફોર ધ ફાઈનલ ડ્રાઈવ કહી ગાડી સ્પીડથી ચલાવવાની શરુ કરી હતી.

હાલમાં પોલીસ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે.યુટ્યુબરે પોતાના 2 કલાકના વીડિયોમાં પોતાની જિંદગી વિશે વાત કરી છે. ફેમસ યુટ્યુબર અને બિગ બોસ 17 સ્પર્ધક અનુરાગ ડોભાલ હાલ ચર્ચામાં છે. આ કારણ તેનું છેલ્લો બ્લોગ The Real Story Of My Life, આ પહેલા તેમણે દાવો કર્યો હતો કે,તેને પોતાના જીવનું જોખમ છે. લગ્ન પછી તે ઓછા વીડિયો પોસ્ટ કરી રહ્યો હતો. હવે તેમણે 2 કલાકનો બ્લોગ શેર કરી પોતાના પરિવારના લોકોને લઈ ખુલાસો કર્યો છે. તે કહે છે કે, પરિવારે ઈન્ટરકાસ્ટ લગ્નને લઈ તેને ટોર્ચર કર્યું છે. આ સાથે તેમણે કહ્યું કે,તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો હતો. હવે ફેમસ યુટ્યુબરે 150ની સ્પીડની કાર ચલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

બિગ બોસ સ્પર્ધકે પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું આ લોકો મારા મોતના જવાબદાર હશે અહી ક્લિક કરો

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">