Womens World Cup 2025 : ટીમ ઈન્ડિયા પાસેથી પરત લેવામાં આવશે વર્લ્ડકપની ટ્રોફી, જાણો શું છે કારણ
મહિલા વર્લ્ડકપની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવી ભારતે ઈતિહાસ રચી દીધો છે. ભારતે પહેલી વખત મહિલા વર્લ્ડકપ જીત્યો હતો. આ જીત બાદ પણ ટીમને રિયલ ટ્રોફી નહી મળે જાણો શું છે કારણ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલી વખત વર્લ્ડકપની ટ્રોફી જીતી ઈતિહાસ રચ્યો હતો. હરમનપ્રીત કૌરને આગેવાનીમાં ભારતે સાઉથ આફ્રિકાની ટીમને 52 રનથી હાર આપી હતી. આ જીત બાદ ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપની ટ્રોફી મળી હતી.

મહિલા વર્લ્ડકપ 2025ની ટ્રોફીની વાત કરીએ તો તેનું વજન 11 કિલો છે. તેની ઉંચાઈ લગભગ 60 સેન્ટીમીટર છે. જે સોના અને ચાંદીથી બનેલી છે.મહિલા વર્લ્ડ કપની 13 સીઝન રમાય છે, જેમાં ઓસ્ટ્રેલિયા સાત વખત જીત્યું છે. ઇંગ્લેન્ડ ચાર વખત જીત્યું છે. ન્યુઝીલેન્ડ અને ભારતે એક-એક વખત ટાઇટલ જીત્યું છે.

પરંતુ તમને જણાવી દઈએ કે, આ ટ્રોફી ટીમ પાસેથી પરત લેવામાં આવશે. આનું કારણ આઈસીસીનો એક નિયમ છે. આઈસીસી ટૂર્નામેન્ટમાં જીતનારી કોઈ પણ ટીમને રિયલ ટ્રોફી આપવામાં આવતી નથી. તેના સ્થાને ડમી કે પછી રિપ્લિકા ટ્રોફી આપવામાં આવે છે.

રિયલ ટ્રોફી ત્યારે મળે છે જ્યારે એવોર્ડ સેરેમની કે ફોટોશૂટ બાદ આ ટ્રોફી આઈસીસી લઈ લે છે.

આઈસીસીએ 26 વર્ષ પહેલા એક નિયમ બનાવ્યો હતો. જે મુજબ જીતનારી ટીમને ટ્રોફી આપવામાં આવશે અને ફોટો સેશન કે પછી વિક્ટ્રી પરેડમાં તેનો ઉપયોગ કરી શકે છે પરંતુ ત્યારબાદ તેને પરત આપવાની રહેશે.

આઈસીસી વિજેતા ટીમને ડમી ટ્રોફી આપે છે જે રિયલ ટ્રોફી જેવી જ લાગે છે. જેમાં સોનું અને ચાંદીનો ઉપયોગ પણ કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, રિયલ ટ્રોફીને આઈસીસીના દુબઈ હેડક્વાર્ટરમાં રાખવામાં આવે છે. આ ટ્રોફીને ચોરી કે નુકસાન ન પહોંચે તે માટે આવું કરવામાં આવે છે.
ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અહી ક્લિક કરો
