IPL 2022: શ્રેયસ અય્યર બનશે કોલકાતા નાઇટ રાઇડર્સનો નવો કેપ્ટન? સામે આવ્યા 4 મોટા અપડેટ

IPL 2022ની 2 નવી ટીમો, અમદાવાદ અને લખનૌ ટૂંક સમયમાં જ તેમના 3 ડ્રાફ્ટ ખેલાડીઓની જાહેરાત કરી શકે છે, જોકે આ દરમિયાન KKRએ પણ મોટો નિર્ણય લીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 8:04 PM
IPL 2022ની મેગા ઓક્શનમાં હજુ એક મહિનો બાકી છે, પરંતુ તે પહેલા જ મોટા સમાચાર સામે આવવા લાગ્યા છે. સમાચાર અનુસાર, 2 નવી ટીમો લખનૌ અને અમદાવાદે તેમના 3-3 ડ્રાફ્ટ ખેલાડીઓ નક્કી કર્યા છે. તે જ સમયે, કોલકાતા નાઈટ રાઈડર્સ, જેણે તેમના કેપ્ટન ઈયોન મોર્ગનને છોડ્યો, તેણે પણ તેમના કેપ્ટન માટે એક નામ ફાઈનલ કર્યું છે.

1 / 5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોલકાતા નાઈટ રાઈડર્સ 15મી સિઝનમાં ભારતીય યુવા ખેલાડીને કેપ્ટન બનાવવા ઈચ્છે છે. સમાચારો અનુસાર આ રેસમાં શ્રેયસ અય્યર સૌથી આગળ છે. કેકેઆર શ્રેયસ અય્યર પર મોટી રકમનું રોકાણ કરી શકે છે, જેણે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરી છે.

2 / 5
દિલ્હી કેપિટલ્સના વધુ બે ભૂતપૂર્વ ખેલાડીઓ લખનૌની નજરમાં છે. અહેવાલો અનુસાર, લખનઉ માર્કસ સ્ટોઇનિસ અને કાગિસો રબાડાને પોતાની ટીમમાં સામેલ કરવા માંગે છે. તે જ સમયે, આ ટીમના કેપ્ટન તરીકે કેએલ રાહુલનું નામ સામે આવી રહ્યું છે.

3 / 5
અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવાનો નિર્ણય કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સનો આ પૂર્વ ઓલરાઉન્ડર અમદાવાદનો કેપ્ટન રહેશે. આ સાથે જ રાશિદ ખાન અને ઈશાન કિશન પણ અમદાવાદની ટીમ સાથે જોડાશે.

4 / 5
IPL 2022 ની હરાજી બેંગ્લોરમાં જ થશે. હરાજીની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર મેગા ઓક્શન 11 થી 13 ફેબ્રુઆરી વચ્ચે યોજાઈ શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">