શાહીન આફ્રિદીની કેપ્ટનશીપ જવાની છે? હવે આ ખેલાડી પાકિસ્તાન ટીમની કમાન સંભાળી શકે છે

પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં અવારનવાર ફેરફાર થાય છે અને કેપ્ટન પણ ખૂબ ઝડપથી બદલાય છે. હાલમાં જ બાબર આઝમને સુકાનીપદેથી હટાવીને તેની જગ્યાએ T20ની કમાન શાહીન આફ્રિદીને આપવામાં આવી હતી જ્યારે ટેસ્ટની કમાન શાન મસૂદને આપવામાં આવી હતી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે શાહીન આફ્રિદી કપ્તાની ગુમાવી શકે છે.

| Updated on: Mar 12, 2024 | 7:33 PM
પાકિસ્તાની ટીમના કેપ્ટન વારંવાર બદલાતા રહે છે. તાજેતરમાં બાબર આઝમની જગ્યાએ ટેસ્ટ અને T20 માટે અલગ-અલગ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. T20 ટીમની કમાન શાહીન આફ્રિદીને આપવામાં આવી હતી, જ્યારે ટેસ્ટ ટીમની કમાન શાન મસૂદને સોંપવામાં આવી હતી, પરંતુ હવે એવા અહેવાલો છે કે પાકિસ્તાનના કેપ્ટનમાં ફરી એકવાર ફેરફાર થવા જઈ રહ્યો છે.

1 / 5
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહીન આફ્રિદીની કેપ્ટન્સી જોખમમાં છે. તેની પાસેથી T20 ટીમની કમાન છીનવાઈ શકે છે. તાજેતરમાં જ તેની કેપ્ટનશીપમાં પાકિસ્તાની ટીમ ન્યુઝીલેન્ડ સામેની T20 શ્રેણી 4-1થી હારી ગઈ હતી.

2 / 5
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોહમ્મદ રિઝવાનને પાકિસ્તાન ક્રિકેટ ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

3 / 5
મોહમ્મદ રિઝવાન PSLમાં મુલ્તાન સુલ્તાનનો કેપ્ટન છે. તેની કપ્તાનીમાં મુલતાનની ટીમ 9માંથી 6 મેચ જીતીને પ્લેઓફમાં પહોંચી છે. હાલમાં જ રિઝવાનની કેપ્ટનશીપના ખૂબ વખાણ થયા છે.

4 / 5
એવા અહેવાલો પણ છે કે બાબર આઝમ પણ ફરીથી કેપ્ટન બનવાની રેસમાં છે. તાજેતરમાં PCBના અધ્યક્ષ બદલાયા છે અને બાબર ફરી એકવાર કેપ્ટન બને તો નવાઈ નહીં.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">