Rinku-Priya engagement : સાંસદ પ્રિયા સાથે સગાઈ પહેલા રિંકુનો પરિવાર 3 કરોડના આલીશાન બંગલામાં શિફ્ટ થયો
ભારતીય ક્રિકેટર રિંકુ સિંહનો પરિવાર સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ પહેલા બંગલામાં શિફટ થયો છે. 8 જૂનના રોજ લખનૌમાં જૌનપુરની મછલી સીટ પરથી સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ હશે. રિંકુ સિંહના પરિવારમાં હાલમાં સગાઈની તૈયારીઓ ચાલી રહી છે.

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહની સગાઈ 8 જૂનના રોજ સાંસદ પ્રિયા સરોજ સાથે થઈ રહી છે. આ પહેલા રિંકુ સિંહનો પરિવાર અલીગઢના મહુઆમાં સાડા 3 કરોડ રુપિયાના બંગલામાં શિફ્ટ થયો છે.

આ બંગલો રિંકુ સિંહે ખરીદ્યો છે. બંગલામાં માતા-પિતા સિવાય ભાઈ-ભાભી રહે છે. લગ્ન બાદ સાંસદ પ્રિયા સરોજ આ આલીશાન બંગલામાં રહેવા આવશે.

અત્યારસુધી રિંકુ સિંહના પરિવારમાંથી સગાઈને લઈ કોઈ માહિતી સામે આવી નથી.સગાઈ પહેલા રિંકુ સિંહના પિતા ખાનચંદે ગેસ સિલિન્ડરનું કામ છોડી દીધું છે.આ સાથે છેલ્લા 25 વર્ષથી જે ક્વાર્ટરમાં રહેતા હતા. તે પણ છોડી દીધું છે. હવે તેના પરિવાર સાથે સાડા 3 કરોડ રુપિયાના બંગલામાં રહેશે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2023ની આઈપીએલ સીઝનમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ યશ દયાલના 5 બોલ પર 5 સિક્સ ફટકારી રિંકુ સિંહ ક્રિકેટ સ્ટાર બન્યો હતો. અહીથી તેનું નામ મોટા દિગ્ગજ પણ લેતા હતા.

જૌનપુરની મછલીશહર લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજની રિંગ સેરેમની 8 જૂને લખનૌમાં યોજાશે.

તેમના લગ્ન ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર રિંકુ સિંહ સાથે થવાના છે. લગ્ન 18 નવેમ્બર, 2025ના રોજ વારાણસીની હોટેલ તાજ ખાતે થશે. તેમાં ક્રિકેટ સ્ટાર્સ, ફિલ્મ હસ્તીઓ અને ઉદ્યોગપતિઓ હાજરી આપશે.
બોલરના છોતરા કાઢી નાખનારના પિતા ગેસ સિલિન્ડર વેચે છે, જાણો ક્રિકેટના સ્ટાર પ્લેયર રિંકુ સિંહના પરિવાર વિશે અહી ક્લિક કરો
































































