11 સદી ફટકારનારા દિગ્ગજ ખેલાડીનું નિધન, 95 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પાકિસ્તાનના સૌથી વૃદ્ધ ક્રિકેટર વઝીર મોહમ્મદનું સોમવારે અવસાન થયું. તેઓ યુકેના બર્મિંગહામમાં રહેતા હતા. વઝીરે પાકિસ્તાન માટે 20 ટેસ્ટ મેચ રમી હતી.

પાકિસ્તાનના સૌથી વૃદ્ધ ક્રિકેટર વઝીર મોહમ્મદનું સોમવારે 95 વર્ષની વયે અવસાન થયું. તેઓ યુકેના બર્મિંગહામમાં રહેતા હતા.

ટેસ્ટ ખેલાડીઓ હનીફ, મુશ્તાક અને સાદિક મોહમ્મદના મોટા ભાઈ વઝીરે 1952 થી 1959 દરમિયાન 20 ટેસ્ટ મેચ રમી હતી અને 1952માં પહેલી ટેસ્ટ શ્રેણી રમનારી પાકિસ્તાન ટીમના સૌથી વધુ વયના ખેલાડી હતા.

ફેમસ મોહમ્મદ ભાઈઓમાં સૌથી મોટા વઝીરે નિવૃત્તિ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સાથે સલાહકાર તરીકે પણ કામ કર્યું. ત્યારબાદ તેઓ બ્રિટન ગયા, જ્યાં તેમનું અવસાન થયું.

પોતાના ભાઈઓની જેમ, સ્ટાઈલિશ બેટ્સમેન વઝીરે પાકિસ્તાનની શરૂઆતની ટેસ્ટ જીતમાં કેટલીક યાદગાર ઈનિંગ્સ રમી, જેમાં 1957-58માં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડીઝ સામે 189 રનની મેરેથોન ઈનિંગનો સમાવેશ થાય છે, જેનાથી પાકિસ્તાનનો વિજય સુનિશ્ચિત થયો. 1954ની પ્રખ્યાત ઓવલ ટેસ્ટ જીતમાં વઝીર 42 રન સાથે પાકિસ્તાનનો ટોપ સ્કોરર પણ હતો.

વઝીર મોહમ્મદે પાકિસ્તાન માટે 105 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી, જેમાં 11 સદી અને 40 થી વધુની સરેરાશ સાથે 4,930 રન બનાવ્યા. (All Phot Credit : Douglas Miller / Keystone / Central Press / Hulton Archive / Getty Images / X)
પાકિસ્તાન ક્રિકેટ ટીમની હાલત ખૂબ જ ખરાબ છે, હવે આગામી સિરીઝમાં પહેલા તેઓ ટીમ મેનેજમેન્ટમાં કેટલાક બદલાવ કરશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
