IND vs PAK World Cup 2023 : વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો દબદબો, આ 5 રેકોર્ડસને સપનામાં પણ નહીં તોડી શકે પાકિસ્તાનની ટીમ
ODI World Cup 2023 : વનડે વર્લ્ડ કપ 2023નો સૌથી રોમાંચક મુકાબલો 14 ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે છે. ક્રિકેટ ઈતિહાસમાં ભારત-પાકિસ્તાનની ક્રિકેટ ટીમે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. ચાલો જાણીએ ભારતીય ટીમના એવા રેકોર્ડ વિશે જેને તોડવા પાકિસ્તાની ટીમ માટે મુશ્કેલ છે.

ટી20 અને વનડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો રેકોર્ડ 13-1 છે. વર્ષ 2021ના ટી20 વર્લ્ડ કપમાં 10 વિકેટથી જીત મેળવવા પહેલા ભારતે પાકિસ્તાન સામે સતત 12 વર્લ્ડ કપ મેચ જીતી હતી. જોકે વનડે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ ભારત સામે જીતી શકી નથી.

ભારતીય ટીમ પાસે આઈસીસીની નોકઆઉટ્સ મેચ રમવાનો સૌથી વધારે અનુભવ છે. ભારતીય ટીમે વનડે વર્લ્ડ કપમાં હમણા સુધી 26 નોકઆઉટ મેચ રમી છે. જ્યારે પાકિસ્તાને 18 મેચ રમી છે.

ટી20માં ભારતીય ટીમે સૌથી વધારે 200 + રનનો સ્કોર કર્યો છે. ભારતે 27 વાર અને પાકિસ્તાનની ટીમે 11 વાર 200+ રન બનાવ્યા છે. આ રેકોર્ડ સુધી પહોંચવામાં પાકિસ્તાનની ટીમને વર્ષો લાગી જશે.

ભારતીય ટીમે પોતાના દેશમાં સૌથી વધારે 114 ટેસ્ટ મેચ જીતી છે. જે કોઈ પણ એશિયાઈ ટીમ માટે સૌથી વધારે જીત છે. પાકિસ્તાનની ટીમે પોતાના ઘરમાં 60 ટેસ્ટ મેચ જીતી છે.

ભારતીય ટીમ એવી એકમાત્ર એશિયાઈ ટીમ છે જેણે ઓસ્ટ્રેલિયાની ધરતી પર સતત 2 ટેસ્ટ સીરિઝ જીતી છે. પાકિસ્તાનની ટીમ એકપણ વાર ઓસ્ટ્રેલિયા સામે સતત 2 ટેસ્ટ સીરિઝ જીતી શકી નથી.