AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સચિન પાયલોટને સોંપાઈ શકે છે ગુજરાત કોંગ્રેસની કમાન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટા ફેરબદલની શક્યતા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં કોંગ્રેસ એક નવો અને મોટો પ્રયોગ કરવા જઈ રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસને મજબુત કરવા માટે પાર્ટી સચિન પાયલોટ પર દાંવ રમી શકે છે. સરકારમાં રહેવાનો બહોળો અનુભવ અને સંગઠન પર મજબૂત પકડ ધરાવતા સચિન પાયલોટને જો પાર્ટી ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવે છે તો ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ કરનારા પાયલોટ રાજસ્થાનના ત્રીજા દિગ્ગજ નેતા હશે.

સચિન પાયલોટને સોંપાઈ શકે છે ગુજરાત કોંગ્રેસની કમાન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટા ફેરબદલની શક્યતા
| Updated on: Feb 23, 2026 | 4:37 PM
Share

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ કેન્દ્રમાં સચિન પાયલટ સાથે મોટા સંગઠનાત્મક ફેરબદલ પર વિચાર કરી રહી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત અહેવાલ અનુસાર લોકલ બોડી ઈલેક્શન પહેલા કોંગ્રેસને મજબૂત કરવા માટે રાજસ્થાનના પૂર્વ ડિપ્ટી CM રહી ચુકેલા સચિન પાયલોટને હાઈકમાન્ડ ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવાનું વિચારી રહ્યું છે. જેથી વર્તમાન નેતૃત્વને બદલવામાં આવી શકે છે.

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને રાજ્યસભા મોકલવાની ચર્ચા વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલવાની અટકળો સામે આવી છે. ચર્ચા છે કે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ ગણાતા યુવાઓ વચ્ચે જબરી લોકપ્રિયતા ધરાવતા સચિન પાયલોટને ગુજરાત કોંગ્રેસના પ્રભારી નિયુક્ત કરી શકે છે. રાજકીય વર્તુળોમાં આ ચર્ચા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના શીર્ષ નેતાઓ અમિત ચાવડા અને ડૉ તુષાર ચૌધરીના દિલ્હી પ્રવાસ બાદ સામે આવી છે. ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રભારી રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક છે. જ્યારે પ્રદેશ પ્રમુખની કમાન અમિત ચાવડાના હાથોમાં છે અને તુષાર ચૌધરી વિધાનસભામાં વિપક્ષના નેતા છે.

દિલ્હીમાં મળેલી બેઠક બાદ સચિન પાયલોટના નામની ચર્ચા

તાજેતરમાં દિલ્હીમાં મળેલી કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠકમાં ગુજરાત કોંગ્રેસને મજબુત કરવા અંગે ચર્ચા થઈ. જેમા પાર્ટી હાઈકમાન્ડ મોટા પાયે નવાજૂની કરવાના મૂડમા છે. આ બેઠકમાં પ્રભારી મુકુલ વાસનિક અને કે. સી. વેણુગોપાલ સહિત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, તુષાર ચૌધરી, શક્તિસિંહ, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, પરેશ ધાનાણી સહિતના હાજર રહ્યા હતા. હાલ ગુજરાતમાં મુકુલ વાસનિકને હટાવી સચિન પાયલોટને પ્રભારી બનાવવા અંગે પાર્ટીમાં મંથન ચાલી રહ્યુ છે.

પહેલા પણ ગુજરાતમાં રહ્યા છે રાજસ્થાનના પ્રભારી

સચિન પાયલટના નામની ચર્ચા એવા સમયે સામે આવી છે જયારે રાજ્યમાં મતદાતા સૂચીની SIR ની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. બહુ જલદી જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થવા જઈ રહ્યો છે. આ ચૂંટણીને વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીનો લિટમસ ટેસ્ટ ગણાઈ રહી છે. ચર્ચા એ પણ છે કે બહુ જલદી કોંગ્રેસ નેતૃત્વમાંથી પ્રિયંકા ગાંધી પણ ગુજરાતની મુલાકાત લઈ શકે છે. અગાઉ પણ રાજસ્થાનના દિગ્ગજ નેતા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રહી ચુક્યા છે. રાજસ્થાનના પૂર્વ CM અશોક ગેહલોત અને તેમના નજીકના રઘુ શર્મા અગાઉ ગુજરાતના પ્રભારી રહી ચુક્યા છે. વર્ષ 2017માં જ્યારે કોંગ્રેસે ભાજપના વિજય રથને 99 માં સીટો પર જ અટકાવી દીધો હતો, ત્યારે અશોક ગેહલોત જ પ્રભારી હતા.

છેલ્લા વર્ષોમાં ક્યા નેતાઓ રહ્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રહ્યા

  • મુકુલ વાસનિક (વર્તમાન પ્રભારી)
  • રઘુ શર્મા
  • રાજીવ સાતવ
  • અશોક ગેહલોત
  • ગુરુદાસ કામત

ગુજરાતમાં આ નેતાઓની ડ્યુટી

ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરી નવી કોંગ્રેસ બનાવવાના રાહુલ ગાંધીના નિર્દેશ બાદ પાર્ટીના અનેક નેતાઓને કામે લગાડવામાં આવ્યા છે. ગુજરાતની રાજનીતિને નજીકથી જાણનારા વિશ્લેષકોનું કહેવુ છે જો પાર્ટી સચિન પાયલોટને ગુજરાતની કમાન સોંપે છે તો તે સંગઠનમાં એક નવો જોશ અને નવી ઊર્જા લાવી શકે છે કારણકે તેમની છબી એક આકર્ષક યુવા નેતા તરીકેની છે. ગુજરાત કોંગ્રેસ પાસે લોકસભાની 26 બેઠકો પૈકી 1 બેઠક છે જ્યારે 182 વિધાનસભામાંથી 12 ધારાસભ્યો છે. વર્ષ 2022માં પાર્ટી માત્ર 17 બેઠકો જીતી હતી. જેમાંથી 5 ધારાસભ્યો પાર્ટી છોડી ચુક્યા છે.

તાજેતરમાં હાઈકમાન્ડ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખરગેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાત કોંગ્રેસમાં મોટાપાયે ફેરફાર કરવા અને મજબુત રણનીતિ બનાવવા પર ભાર મુકાયો છે. આ અંગે દિલ્હીથી થોડા દિવસોમાં જ સત્તાવાર જાહેરાત થાય તેવી અટકળો સેવાઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં માત્ર રેસના ઘોડાઓને રાખી લંગડા ઘોડાઓને સાઈડલાઈન કરવા અંગે પણ મંથન ચાલી રહ્યુ છે. આ સાથે દરેક જિલ્લા શહેર પ્રમુખોને ટિકિટ માટે સંપૂર્ણ જવાબદારી સોંપવા અને જિલ્લામાં પ્રભારી નિમવાનું નક્કી કરાયુ છે.

શું ટેરિફ હટ્યા બાદ ભારતીય નિકાસકારોને અમેરિકા પાસેથી રિફંડ મળશે? રૂ. 15420000000000 નો છે સવાલ

Follow Us
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
g clip-path="url(#clip0_868_265)">