Najam Sethi PCB chairman: PCBની ખુરશીને લઈ પાકિસ્તાનમાં મચી ધમાલ, એશિયા કપ પહેલા પાકિસ્તાન ક્રિકેટમાં મોટો ફેરફાર
PCB chairman:નજમ સેઠી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ પદની રેસમાં ભાગ નહીં લે. ઝકા અશરફ PCBના નવા અધ્યક્ષ બની શકે છે.

જેવો દેશ તેવું ક્રિકેટ બોર્ડ. વાત પાકિસ્તાનની થઈ રહી છે જ્યાં સરકારથી લઈને ક્રિકેટ બોર્ડ સુધી અસ્થિરતાનું વાતાવરણ છે. જેમ પાકિસ્તાનમાં સરકાર ક્યારે બદલાશે તે કોઈને ખબર નથી, તેવી જ રીતે PCBની પણ હાલત છે. એશિયા કપ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. PCBના વચગાળાના અધ્યક્ષ નજમ સેઠીએ એસોસિએશન છોડવાનો નિર્ણય લીધો છે. (All PC-AFP)

નજમ સેઠીએ મંગળવારે 20 જૂનના રોજ ટ્વિટ કરી જાણકારી આપી કે, તે પીસીબીના ચેરમેન પદની રેસમાં ભાગ નહિ લે, તમને જણાવી દઈએ કે, બુધવારના રોજ નજમ સેઠીનો પીસીબી ચેરમેન તરીકે છેલ્લો દિવસ હશે.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટસ મુજબ નજમ સેઠીના સ્થાને જકા અશરફ પીસીબીની કમાન સંભાળશે. જકા અશરફ પહેલા પણ આ પદ પર રહી ચૂક્યા છે.

મુંબઈ હુમલા બાદ વર્ષ 2012માં ભારત-પાકિસ્તાન વચ્ચે બાઈલેટ્રલ સીરિઝ રમાઈ હતી. આ સીરિઝ રમાડવા પાછળ જકા અશરફનું મોટું યોગદાન હતુ. તે સમયે જકા અશરફ પીસીબીના ચેરમેન હતા.

તમને જણાવી દઈએ કે, જકા અશરફનું પણ લાંબા સમય સુધી પીસીબીના ચેરમેન તરીકે રહેવું મુશ્કેલ છે કારણ કે, ઓક્ટોમ્બરમાં ચૂંટણી થશે અને તેનું પત્તું કપાય શકે છે.