Syed Mushtaq Ali Trophy: કરુણ નાયરને મળી તક, દેવદત્ત પડિકલને પણ ટીમમાં મળી એન્ટ્રી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 26 નવેમ્બરથી શરૂ થઈ રહી છે અને કર્ણાટકે આ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ કરુણ નાયર અને દેવદત્ત પડિકલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. કરુણ નાયર આ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી ફરી ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા પ્રયાસ કરશે.

ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલો કરુણ નાયર હવે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાની તાકાત બતાવશે. ગુરુવારે કર્ણાટકની ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં નાયર અને દેવદત્ત પડિકલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

દેવદત્ત પડિકલ હાલમાં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી રમી રહેલી ટીમ ઈન્ડિયાની ટીમમાં છે. જો પડિકલને બીજી મેચમાં તક નહીં મળે, તો તેને સૈયદ મુશ્તાક ટ્રોફી માટે રિલીઝ કરવામાં આવી શકે છે.

કરુણ નાયરની વાત કરીએ તો, તે રણજી ટ્રોફીમાં એક સેન્સેશન રહ્યો છે. તેણે આ સિઝનમાં પાંચ મેચમાં 100 થી વધુની સરેરાશથી 602 રન બનાવ્યા છે.

કર્ણાટકનું નેતૃત્વ મયંક અગ્રવાલ કરી રહ્યો છે. પહેલી મેચ ઉત્તરાખંડ સામે રમાશે, ત્યારબાદ ઝારખંડ સામે બીજી મેચ રમાશે. કર્ણાટકના ગ્રુપમાં રાજસ્થાન, તમિલનાડુ, દિલ્હી, સૌરાષ્ટ્ર અને ત્રિપુરાનો પણ સમાવેશ થાય છે.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે કર્ણાટકની ટીમઃ મયંક અગ્રવાલ, મેકનીલ નોરોન્હા, કેએલ શ્રીજીથ, કરુણ નાયર, આર સ્મરણ, અભિનવ મનોહર, શ્રેયસ ગોપાલ, શિખર શેટ્ટી, વિજયકુમાર વ્યાખ, વિદ્વત કવેરપ્પા, વિદ્યાધર પાટીલ, શ્રીવત્સ આચાર્ય, શુભાંગ હેગડે, પ્રવીણ દુબે, બીઆર શરત, દેવદત્ત પડિકલ. (PC : PTI)
ભારતીય ટીમમાં સ્થાન મેળવવા ડોમેસ્ટિક સિઝનમાં સારું પ્રદર્શન કરવું જરૂરી છે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
