AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : રોહિત શર્માના આ ‘હથિયારે’ IPL 2025માંથી 4 ટીમોને કરી બહાર, હવે પંજાબ કિંગ્સ નિશાન પર

રોહિત શર્માએ IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ક્વોલિફાયર-2 માં રોહિત શર્માની શાનદાર ઈનિંગના દમ પર મુંબઈએ ગુજરાતને હરાવી ટુર્નામેન્ટમાંથી બહાર ફેંક્યું. આ પહેલીવાર નથી જ્યારે રોહિત ટીમમાંથી બહાર થવાનું કારણ બન્યો હોય. આ બધું તેના એક 'હથિયાર'ને કારણે થયું છે, જેની મદદથી તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં 4 ટીમોને બહાર કરી છે. હવે ક્વોલિફાયર-2 માં પંજાબ કિંગ્સ તેનો ટાર્ગેટ હશે. છેવટે, તે હથિયાર શું છે?

| Updated on: Jun 01, 2025 | 7:08 PM
IPL 2025ના એલિમિનેટર મેચમાં મુંબઈએ ગુજરાતને હરાવીને ક્વોલિફાયર-2 માં પ્રવેશ કર્યો. આ જીતમાં રોહિત શર્માએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેણે 162ના સ્ટ્રાઈક રેટથી 50 બોલમાં 81 રન બનાવ્યા. તેની ફિફ્ટીના દમ પર મુંબઈએ 229 રનનો ટાર્ગેટ આપ્યો. અંતે, તેણે ગુજરાતને હરાવ્યું અને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું.

1 / 6
આ પહેલીવાર નથી જ્યારે રોહિત ટીમમાંથી બહાર થવાનું કારણ બન્યો હોય. આ બધું તેના એક 'હથિયાર'ને કારણે થયું છે, જેની મદદથી તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં 4 ટીમોને બહાર કરી છે. હવે ક્વોલિફાયર-2 માં પંજાબ કિંગ્સ તેનો ટાર્ગેટ હશે.

2 / 6
30 મેના રોજ રમાયેલી એલિમિનેટર મેચમાં રોહિતે બેયરસ્ટો સાથે મળી પ્રથમ વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી. ત્યારબાદ સૂર્યકુમાર સાથે 59 અને તિલક વર્મા સાથે 43 રન ઉમેર્યા. આ દરમિયાન તેણે અડધી સદી ફટકારી અને આ જ હથિયાર છે, જેના કારણે 4 ટીમો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

3 / 6
હકીકતમાં, આ સિઝનમાં જે દિવસે રોહિતે ફિફ્ટી ફટકારી, તે દિવસે વિરોધી ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. રોહિતે આ સિઝનમાં પોતાની પહેલી ફિફ્ટી 20 એપ્રિલે ચેન્નાઈ સામે ફટકારી હતી. આ ફિફ્ટી જ CSKની હારનું કારણ બન્યું. આ મેચ હાર્યા બાદ CSK ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું.

4 / 6
આ પછી, 23 એપ્રિલે રોહિતે હૈદરાબાદ સામે 46 બોલમાં 70 રન બનાવ્યા અને SRH બહાર થઈ ગયું. ત્યારબાદ રા 1 મેના રોજ તેણે રાજસ્થાન સામે 36 બોલમાં 53 રન બનાવ્યા. રાજસ્થાન માટે ટુર્નામેન્ટમાં રહેવાની આ છેલ્લી તક હતી, પરંતુ તે હારી ગયું અને બહાર થઈ ગયું. છેલ્લે પ્લેઓફમાં ગુજરાત ટાઈટન્સ સાથે પણ આવી જ સ્થિતિ બની છે.

5 / 6
રોહિત શર્માએ IPL 2025 150ના સ્ટ્રાઈક રેટથી 410 રન બનાવ્યા છે. આ દરમિયાન રોહિત શર્માએ 4 અડધી સદી ફટકારી અને મુંબઈએ તે બધી મેચ જીતી હતી. હવે મુંબઈની ટીમ આશા રાખશે કે રોહિત આ ક્વોલિફાયર-2 માં તેની પાંચમી અડધી સદી ફટકારે, જેથી તેઓ પંજાબ કિંગ્સને હરાવી શકે અને ફાઈનલમાં પ્રવેશ કરી શકે. (AllPhoto Credit : PTI)

6 / 6

IPL 2025 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે, આ સિઝનમાં ફક્ત 2 મેચ રમવાની બાકી છે. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">