AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જવા છતાં કાગીસો રબાડા IPL 2025માં રમશે ! આ મેચથી પુનરાગમન કરી શકે છે

દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર કાગીસો રબાડા ગયા મહિને અચાનક IPL અધવચ્ચે છોડીને પોતાના દેશ પરત ફર્યા ફર્યો હતો. એક મહિના પછી, સ્ટાર ઝડપી બોલરે અચાનક ખુલાસો કર્યો કે તેને ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જો કે હવે તે ફરી IPLમાં રમતો જોવા મળી શકે છે.

| Updated on: May 04, 2025 | 5:59 PM
Share
ગુજરાત ટાઈટન્સનો ફાસ્ટ બોલર કાગીસો રબાડા ફરી એકવાર IPL 2025માં રમતો જોવા મળી શકે છે. દક્ષિણ આફ્રિકાના આ ફાસ્ટ બોલરે એક મહિના પહેલા અચાનક IPL અધવચ્ચે છોડીને પોતાના દેશ પરત ફરવાનો નિર્ણય લીધો હતો.

1 / 6
IPL છોડ્યાના એક મહિના પછી, 3 મેના રોજ, રબાડાએ એક ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા હતા. રબાડાએ કહ્યું હતું કે તે ડ્રગ્સ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો, જેના કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. હવે એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રબાડા ભારત પરત ફર્યો છે અને ફરીથી IPLમાં રમતો જોવા મળી શકે છે.

2 / 6
ક્રિકબઝના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જમણા હાથનો ઝડપી બોલર રબાડા ફરી એકવાર પોતાના દેશ દક્ષિણ આફ્રિકાથી ભારત પહોંચ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ફરી એકવાર IPL 2025માં ગુજરાત ટાઈટન્સની જર્સીમાં રમતો જોવા મળી શકે છે. રિપોર્ટ અનુસાર, જો બધું બરાબર રહ્યું, તો તે ગુજરાત ટાઈટન્સની આગામી મેચમાં રમી શકે છે, જે 6 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાશે.

3 / 6
આ સિઝનમાં ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયેલા રબાડાએ લીગની પહેલી બે મેચ રમી હતી પરંતુ 2 એપ્રિલે અચાનક આફ્રિકા પરત ફર્યો હતો, ત્યારબાદ ગુજરાત ટાઈટન્સે જણાવ્યું હતું કે રબાડા અંગત કારણોસર પોતાના દેશમાં પરત ફર્યો છે. પરંતુ એક મહિના પછી, 3 મેના રોજ, રબાડાએ અચાનક એક નિવેદન જારી કરીને સનસનાટી મચાવી દીધી હતી. રબાડાએ ખુલાસો કર્યો હતો કે તેને રિક્રિએશનલ ડ્રગ્સનો ઉપયોગ કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો, જેના કારણે તેને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

4 / 6
જોકે, હવે રબાડા ગુજરાત ટાઈટન્સની ટીમમાં પાછો જોડાયો છે. પરંતુ તે આગામી મેચ રમી શકશે કે નહીં તે ક્રિકેટ સાઉથ આફ્રિકા સાથે પરામર્શ કર્યા પછી જ નક્કી કરવામાં આવશે. રબાડાને રિક્રિએશનલ ડ્રગ્સનો ઉપયોગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો, જેને વર્લ્ડ એન્ટી-ડોપિંગ એજન્સી (WADA) હેઠળ પ્રદર્શન વધારતી દવાઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવતી નથી.

5 / 6
તેથી, આ માટે દોષિત ખેલાડીઓ પર મહત્તમ 3 મહિના અને ઓછામાં ઓછા એક મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવે છે. રબાડાએ એક મહિનાનો સસ્પેન્શન પૂર્ણ કરી લીધો છે અને તેથી તે પાછો ફરી શકે છે. (All Photo Credit : PTI)

6 / 6

IPL 2025માં ગુજરાત ટાઈટન્સનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. ટીમના પ્લેઓફમાં પ્રવેશવાના પૂરા ચાન્સ છે. ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં બે જાણીતી બેકરી સીલ, મેંદાના લોટમાં જીવાતોનો મળ્યો ઢગલો !

કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 12 લાખનો માલ જપ્ત

ગુજરાતમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ

દશામાંના વ્રતના નામે ઢોંગ-ધતીંગ ચાલતા હોવાનો વિજ્ઞાન જાથાનો આક્ષેપ

રાજકોટમાં ભેળસેળયુક્ત ઈંધણનો કાળો કારોબાર ઝડપાયો

અનુ. જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યાનો આક્ષેપ, 3 સામે કેસ

આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ

ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત

રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી

જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ

g clip-path="url(#clip0_868_265)">