IPL 2024: LSG vs DC વચ્ચેની મેચમાં આ ક્રિકેટરે તોડ્યું અથિયા શેટ્ટીનું દિલ, લખનૌનો કેપ્ટન પણ નિરાશ
લખનૌ સુપર જાયન્ટ્સ vs દિલ્હી કેપિટલ્સ મેચ દરમિયાન KL રાહુલની પત્ની આથિયા શેટ્ટીની પ્રતિક્રિયા ખૂબ ચર્ચામાં હતી. આથિયા શેટ્ટી શુક્રવારે તેના પતિ કેએલ રાહુલને ચીયર કરવા લખનૌના એકાના સ્ટેડિયમ પહોંચી હતી. જોકે આ દરમ્યાન એવી ક્ષણ હતી જેમાં આથિયા ખૂબ ખુશ હતી પરંતુ બાદમાં આ ખુશી નિરાશામાં ફેરવે ચૂકી હતી.

શુક્રવારે રમાયેલી IPL મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમને દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્સએ આ મેચમાં 167 રનનો લડાયક સ્કોર બનાવ્યો હતો. જવાબમાં દિલ્હી કેપિટલ્સે 18.1 ઓવરમાં 4 વિકેટે 170 રન બનાવીને જીત મેળવી હતી.

આ મેચ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના કેપ્ટન કેએલ રાહુલની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી પણ એકાના સ્ટેડિયમમાં જોવા મળી હતી.લખનૌ સુપર જાયન્ટ્સ vs દિલ્હી કેપિટલ્સ મેચ દરમિયાન કેએલ રાહુલની પત્ની આથિયા શેટ્ટીની પ્રતિક્રિયા ખૂબ જ ચર્ચામાં હતી. આથિયા શેટ્ટી શુક્રવારે તેના પતિ કેએલ રાહુલને ચીયર કરવા લખનૌના એકાના સ્ટેડિયમ પહોંચી હતી.

મેચના પરિણામ પહેલા આથિયા શેટ્ટીના ચહેરા પર ખુશી દેખાઈ રહી હતી, પરંતુ મેચ પછી અચાનક તેની પ્રતિક્રિયા બદલાઈ ગઈ. લખનૌ સુપર જાયન્ટ્સની હાર બાદ આથિયા શેટ્ટી નિરાશ જોવા મળી હતી.

આથિયા શેટ્ટીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે મેચ પહેલા ખુશ જોવા મળી રહી છે પરંતુ મેચના પરિણામ બાદ તેની સ્મિત નિરાશામાં બદલાઈ ગઈ છે.

કેએલ રાહુલે આ મેચમાં 22 બોલમાં 39 રન બનાવ્યા હતા. કેએલ રાહુલની ઇનિંગ્સમાં એક છગ્ગા અને પાંચ ચોગ્ગા સામેલ હતા. કેએલ રાહુલ આઉટ થયો ત્યારે ત્યાં હાજર પત્ની આથિયા શેટ્ટીના ચહેરા પર નિરાશા જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે કુલદીપ યાદવ 3 વિકેટની શાનદાર બોલિંગ બાદ જેક ફ્રેઝર મેકગર્ક 55 રન અને કેપ્ટન ઋષભ પંત 41 રનની આક્રમક બેટિંગના આધારે દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું હતું. છ મેચમાં બીજો રેકોર્ડ જીત્યો હતો. રિષભ પંત અને જેક ફ્રેઝર મેકગર્કે ત્રીજી વિકેટ માટે 46 બોલમાં 77 રનની ભાગીદારી કરી હતી, જેમાં પંતે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

ઓસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર મેકગર્કે તેની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સને સાત વિકેટે 167 રનમાં રોક્યા બાદ દિલ્હી કેપિટલ્સે ચાર વિકેટના નુકસાને 18.1 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રવિ બિશ્નોઈએ 2 જ્યારે નવીન ઉલ હક અને યશ ઠાકુરે એક-એક વિકેટ લીધી હતી.

































































