લખનઉ સુપર જાયન્ટ્સનો વિસ્ફોટક અંદાજ, IPL ઈતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર ઉભો કર્યો
IPL highest Score : આજે પંજાબના મોહાલી સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે 38મી મેચ રમાઈ રહી છે. લખનઉ સુપર જાયન્ટસની ટીમે પ્રથમ બેટિંગ કરીને આઈપીએલ 2023નો સૌથી મોટો અને આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર ઉભો કર્યો છે.


IPL 2023ની 38મી મેચ મોહાલીમાં રમાઈ રહી છે. પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર થઈ રહી છે. પંજાબના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ લખનઉની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરી હતી.

પ્રથમ ઈનિંગમાં 20 ઓવરના અંતે લખનઉનો સ્કોર 5 વિકેટના નુકશાન સાથે 257 રન રહ્યો હતો. આઈપીએલ 2023નો આ સૌથી મોટો સ્કોર હતો. આઈપીએલ ઈતિહાસનો આ બીજો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા આઈપીએલ 2023નો સૌથી મોટો સ્કોર ચેન્નાઈની ટીમે ઉભો કર્યો હતો. આ ટીમે ઈડન ગાર્ડનમાં કોલકત્તા સામે 4 વિકેટના નુકશાન સાથે 235 રન બનાવ્યા હતા.

આ પહેલા 10 વર્ષ પહેલા 2013માં બેંગ્લોરની ટીમે પૂણે સામે 5 વિકેટના નુકશાન સાથે 263 રન બનાવ્યા હતા. જે આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર છે. આજે લખનઉના 2 ખેલાડીઓ ફિફટી ચૂક્યા હતા અને 2 ખેલાડીઓ શાનદાર ફિફટી ફટકારી હતી.

પ્રથમ ઈનિંગમાં લખનઉના ખેલાડીઓ આઈપીએલ ઈતિહાસમાં એક ઈનિંગમાં સૌથી વધારે બાઉન્ડ્રી ફટકારવાનો પણ રેકોર્ડ બનાવ્યા છે. આજે પ્રથમ ઈનિંગમાં 27 ચોગ્ગા અને 14 સિક્સર એમ 41 બાઉન્ડ્રી જોવા મળી હતી. આ પહેલા બેંગ્લોરની ટીમે 2013માં બેંગ્લોરની ટીમે પૂણે સામેની મેચમાં 42 બાઉન્ડ્રી ફટકારી હતી.

લખનઉ તરફથી કે એલ રાહુલે 9 બોલમાં 12 રન, માયર્સે 24 બોલમાં 54 રન, બદોનીએ 24 બોલમાં 43 રન, સ્ટોઈનીસે 40 બોલમાં 72 રન, પૂરને 19 બોલમાં 45 રન, દીપક હુડ્ડાએ 6 બોલમાં 11 રન અને કૃણાલ પંડયાએ 2 બોલમાં 5 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સના બોલરે પ્રથમ ઈનિંગમાં 15 રન એક્સ્ટ્રા આપ્યા હતા. જેમાં 4 નો બોલનો પણ સમાવેશ થાય છે.

































































