3 ભાઈ, 1 બહેન છે, 2 બાળકોનો પિતા છે સુરેશ રૈના, પરિવાર વિશે જાણો
સુરેશ રૈનાએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.સુરેશ રૈનાની મુસીબત વધી ગઈ છે. ગેરકાયદેસર સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ સામે ચાલી રહેલી તપાસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે.તો આજે આપણે તેના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

ભારતના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ ટીમ ઈન્ડિયાને સફળતામાં મહત્વનું યોગદાન આપ્યું છે. આજે પણ તેની ગણતરી ભારતના શાનદાર ફિલ્ડર્સમાં કરવામાં આવે છે. સુરેશ રૈનાએ વર્ષ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયરમાંથી સંન્યાસ લીધો હતો. રૈના 2011 વર્લ્ડકપ વિજેતા ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે.

આજે છે પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાનો જન્મદિવસ તો રૈનાના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

સુરેશ રૈનાને 3 મોટા ભાઈ છે, દિનેશ રૈના, નરેશ રૈના અને મુકેશ રૈના અને એક બહેન છે જેનું નામ રેણુ છે. તો ચાલો સુરેશ રૈનાના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

રૈનાનો જન્મ 27 નવેમ્બર 1986ના રોજ ઉત્તર પ્રદેશના મુરાદનગરમાં એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. તેના માતા-પિતા મૂળ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર શહેરના રૈનાવારીના વતની હતા. રૈનાએ કહ્યું, 'મારા પિતા માનતા હતા કે જીવનનો સિદ્ધાંત બીજા માટે જીવવું છે. જો તમે ફક્ત તમારા માટે જ જીવો છો તો તે જીવન નથી.

તેમના પરિવારે 1990 ના દાયકામાં કાશ્મીરી હિંદુઓના હિજરત વચ્ચે ભારતના જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં 'રૈનાવારી' છોડી દીધું અને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના મુરાદનગર શહેરમાં સ્થાયી થયા

રૈનાના પિતા ત્રિલોકચંદ રૈના લશ્કરી અધિકારી હતા.તેમની માતા પરવેશ રૈના ગૃહિણી છે.12 જુલાઈ 2023એ એમસ્ટરડેમમાં તેની ભારતીય રેસ્ટોરન્ટનું ભવ્ય ઉદઘાટન કર્યું હતુ.

સુરેશ રૈનાએ બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે અને ગુરુ ગોવિંદ સિંહ સ્પોર્ટ્સ કૉલેજમાં હાજરી આપવા 1998માં લખનૌ ગયા હતા. રૈનાએ કોમર્સમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી અને વેલ્સ યુનિવર્સિટીચેન્નાઈમાં અભ્યાસ કર્યો હતો.

રૈનાએ 1998માં લખનૌની ગુરુ ગોવિંદ સિંઘ સ્પોર્ટ્સ કોલેજમાં તાલીમ લીધી હતી. રૈનાએ 5 ઓગસ્ટ 2022ના રોજ વેલ્સ યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટની પદવી મેળવી હતી. રૈનાની એક બહેન છે અને તેનો એક મોટો ભાઈ ભારતીય સેનામાં છે.

સુરેશ રૈનાએ પોતાના કોચની જ દીકરી સાથે લગ્ન કર્યા છે. સુરેશ રૈનાના ક્રિકેટ કોચ તેજપાલ ચૌધરી હતા. 2008માં બંન્ને વચ્ચે 5 મિનિટ એરપોર્ટ પર મુલાકાત થઈ ત્યારબાદ ફોન પર વાત થઈ અને આ વાત લગ્ન સુધી પહોંચી હતી.

રૈનાએ 3 એપ્રિલ 2015ના રોજ પ્રિયંકા સાથે લગ્ન કર્યા.તેમને બે બાળકો છે. એક પુત્રી, ગ્રેસિયાઅને પુત્રનું નામ રિયો છે. સુરેશ રૈના તેના બંને બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે.

સુરેશ રૈનાએ 30 જુલાઈ 2005ના રોજ દામ્બુલામાં શ્રીલંકા વિરુદ્ધ વનડે ટેસ્ટ દ્વારા ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયરની શરુઆત કરી હતી. 13 વર્ષના ઈન્ટરનેશનલ કરિયરમાં રૈનાએ 18 ટેસ્ટ, 226 વનડે અને 78 ટી20 મેચ રમી છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
