IND vs AUS વચ્ચેની ત્રીજી T20 ક્યાં અને ક્યારે શરૂ થશે, અહી જોઈ શકશો લાઈવ સ્ટ્રીમિંગ
ત્રીજી ટી20 મેચ માટે ભારતીય ટીમની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવના હાથમાં છે. તો ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન મિચેલ માર્શ છે. બંન્ને ટીમની પાસે સ્ટાર ખેલાડીઓ છે. જે થોડી જ મિનિટોમાં રમત બદલી નાંખે છે.

India vs Australia 3rd T20 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 સીરીઝની ત્રીજી મેચ બેલેરિવ ઓવલ મેદાન પર 2 નવેમ્બરના રોજ રમાશે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી મેચ માટે હેઝલવુડને આરામ આપ્યો છે, જે ભારતીય બેટ્સમેન માટે રાહતની વાત રહેશે.

ભારતીય ટીમ સીરિઝમાં હજુ 0-1થી પાછળ ચાલી રહી છે. બીજી ટી20માં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. જ્યારે બંન્ને ટીમો વચ્ચે પહેલી ટી20 મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. હવે ત્રીજી મેચ જીતી ટીમ ઈન્ડિયા પાસે સીરિઝમાં બરાબરી કરવાની તક છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટી20 મેચ ભારતીય સમયઅનુસાર બપોરના 1 :45 કલાકે રમાશે. આ સિવાય આ મેચનો ટોસ અડધા કલાક પહેલા થશે. આ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર કરવામાં આવશે.

લાઈવ સ્ટ્રીમિંગ માટે ક્રિકેટ ચાહકો પોતાના ફોનમાં જિયો હોટસ્ટાર એપ ડાઉનલોડ કરવાની રહેશે અને આ એપ પર તેઓ ત્રીજી ટી20 મેચ લાઈવ જોઈ શકશો.

બીજી ટી20 મેચમાં ભારતીય કેપ્ટન સારું પ્રદર્શન કરી શક્યો ન હતો.

ટી20 સીરિઝ માટે ભારતીય ટીમનું સ્કવોડ જોઈએ તો. અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ,તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ,વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, રિંકુ સિંહ,વોશિગ્ટન સુંદર,અર્શદીપ સિંહ, જિતેશ શર્મા
ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. અહી ક્લિક કરો
