IND vs SA: વિરાટ કોહલીના નામે નોંધાયો વધુ એક રેકોર્ડ, 500 મી ઇનીંગમાં સચિન તેંડુલકર સહિત અનેક દિગ્ગજને છોડ્યા પાછળ

વિરાટ કોહલી (Virat Kohli) એ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ કેપટાઉન ટેસ્ટ (Cape Town Test) ની પ્રથમ ઇનિંગમાં 79 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં તેના બેટમાંથી માત્ર 29 રન જ આવ્યા હતા.

1/5
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી લાંબા સમયથી કોઈ મોટી ઇનિંગ્સ રમી શક્યા નથી. કોહલીના બેટમાંથી સદીની રાહ બે વર્ષથી વધુ થઈ ગઈ છે. જો કે તેમ છતાં ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટનના રેકોર્ડ બેટથી અટકી રહ્યા નથી. આવો જ રેકોર્ડ કોહલીએ કેપટાઉન ટેસ્ટની બીજી ઇનિંગમાં પણ બનાવ્યો હતો.

2/5
જ્યારે કોહલી કેપટાઉનના ન્યુલેન્ડ્સ મેદાન પર દક્ષિણ આફ્રિકા સામે તેની બીજી ઇનિંગ રમવા માટે બહાર આવ્યો, ત્યારે તે તમામ ફોર્મેટમાં સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની કુલ 500મી ઇનિંગ હતી. કોહલીએ આ 500 ઈનિંગ્સમાં 23558 રન બનાવ્યા છે, જે ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ છે.

3/5
કોહલીએ આ મામલે વિશ્વ ક્રિકેટના તમામ દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. બીજા નંબર પર મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર છે. સચિને 500 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં 22214 રન બનાવ્યા હતા.

Sachin-Tendulkar-vs-South-Africa-2010
4/5
જોકે, ભારતીય કેપ્ટન ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 8000 રન પૂરા કરવામાંથી ચૂકી ગયો હતો. કોહલી પાસે આ ટેસ્ટમાં આ સ્થાન હાંસલ કરવાની તક હતી. તેણે પ્રથમ દાવમાં 79 રન બનાવ્યા હતા, ત્યારબાદ બીજી ઈનિંગમાં 67 રનની જરૂર હતી, પરંતુ તે માત્ર 29 રન જ બનાવી શક્યો હતો. હવે કોહલીને તેની 100મી ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરવાની તક મળશે.

5/5
વિરાટ કોહલીએ કેપટાઉન ટેસ્ટમાં પ્રથમ ઇનીંગમાં 79 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનીંગમાં મુશ્કેલ સમયમાં 143 બોલનો સામનો કરી પિચ પર ઉભો રહેવા પ્રયાસ કર્યા હતા. જોકે તે 29 રનનુ જ યોગદાન આપી શક્યો હતો.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati