અમદાવાદના જસપ્રિત બુમરાહે સાઉથ આફ્રિકાના 6 ખેલાડીઓને પેવેલિયન મોકલ્યા
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે કુલ 23 વિકેટ પડી હતી. સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 55 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા સારું રમી રહી હતી પરંતુ તે પછી તેણે 0 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. હવે જોવાનું એ રહે છે કે બીજા દિવસે બોલરો શું તબાહી મચાવે છે.

ટેસ્ટ મેચના પહેલા જ દિવસે પત્તાની જેમ 23 વિકેટ પડી હતી,જસપ્રીત બુમરાહે બીજા દાવમાં પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. તેણે કેશવ મહારાજને આઉટ કરીને સાઉથ આફ્રિકાને સાતમો ઝટકો આપ્યો હતો. મહારાજ ચાર બોલમાં ત્રણ રન બનાવીને યશસ્વી જયસ્વાલના હાથે કેચ આઉટ થયો હતો.

બીજા દિવસની પ્રથમ વિકેટ જસપ્રિત બુમરાહે લીધી હતી. બીજી ઈનિંગમાં સાઉથ આફ્રિકા માટે આ ચોથો આંચકો હતો. બુમરાહે ડેવિડ બેડિંગહામને વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ કરાવ્યો હતો.

બીજા દિવસની બીજી વિકેટ પણ જસપ્રિત બુમરાહે લીધી હતી. સાઉથ આફ્રિકા માટે આ પાંચમો ઝટકો હતો. બુમરાહે 22મી ઓવરના પહેલા બોલ પર વેરિયનને મોહમ્મદ સિરાજના હાથે કેચ કરાવ્યો હતો.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે 24મી ઓવરના 5માં બોલ પર યાનસેનને આઉટ કર્યો હતો. બુમરાહની બીજી ઈનિગમાં આ ચોથી વિકેટ હતી. ચોથી વિકેટ યાનસનની લીધી હતી.

તમને જણાવી દઈએ કે, કેપટાઉનમાં ફાઈવ વિકેટ હોલ કરતાની સાથે જ જવાગલ શ્રીનાથના મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી છે. શ્રીનાથે સાઉથ આફ્રિકામાં 3 વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો, હવે બુમરાહ તેની સાથે ઊભો છે.
