ગુજરાતના પાંચ ‘પાંડવ’, ઓવલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું ચમકાવ્યું ‘ભાગ્ય’, ઈંગ્લેન્ડમાં લખી ‘ભારતની જીતની કહાની’
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5 ટેસ્ટ મેચની શ્રેણી 2-2 થી બરાબર રહી હતી. છેલ્લી ટેસ્ટ ઓવલ ખાતે રમાઈ હતી, જેમાં ભારતે જીત મેળવી હતી. ગુજરાતના 'પાંડવ' એ ઈંગ્લેન્ડ સામેની શ્રેણી ડ્રો કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. તેમણે ભારતની જીતની કહાની લખી હતી. જાણો કોણ છે આ પાંચ પાંડવ.

ઓવલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીતમાં ગુજરાતના 'પાંડવ'નો મોટો હાથ રહ્યો. આ પાંચ પાંડવ એટલે IPLમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રમતા પાંચ ખેલાડીઓ. આ પાંચ પાંડવો છે - શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર અને સાઈ સુદર્શન. આ પાંચેય ખેલાડીઓએ ઓવેલ ટેસ્ટ સહિત આખી સીરિઝમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં 'પ્લેયર ઓફ ધ સીરિઝ' બનેલો કેપ્ટન શુભમન ગિલ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો 'કિંગ' સાબિત થયો હતો. તેણે આ સીરિઝમાં સૌથી વધુ રન અને સદી ફટકારી હતી. સાથે જ કેપ્ટન તરીકે પણ તેણે પોતાને પ્રસ્થાપિત કર્યો છે. ઓવલમાં તેની લડાયક કપ્તાનીએ ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.

ઓવલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીતનો અસલી હીરો મોહમ્મદ સિરાજ હતો. તેણે બંને ઈનિંગ્સમાં મળી કુલ 9 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગ્સમાં તેણે 5 વિકેટ લીધી. સિરાજે સીરિઝમાં સૌથી વધુ 23 વિકેટ ઝડપી હતી.

ઓવલ ટેસ્ટમાં ભારતની જીતનો બીજો હીરો પ્રસિદ્ધ કૃષ્ણા હતો. તેણે ઓવલમાં બંને ઈનિંગ્સમાં 4-4 વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ આ સીરિઝમાં કુલ 14 વિકેટ લીધી હતી.

ઓવલ ટેસ્ટની બીજી ઈનિંગમાં વોશિંગ્ટન સુંદરની 53 રનની ઈનિંગ કોણ ભૂલી શકે? વોશિંગ્ટન સુંદરની આ અડધી સદીની ઈનિંગનો ઈંગ્લેન્ડ સામે રેકોર્ડ ટાર્ગેટ સેટ કરવામાં મોટો ફાળો હતો. આ સિવાય સીરિઝમાં તેણે એક સદી પણ ફટકારી હતી.

ગુજરાતનો પાંચમો 'પાંડવ' સાઈ સુદર્શન છે. તે ઓવલ ટેસ્ટમાં રમ્યો ન હતો, પરંતુ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં તેણે એક અડધી સદી સહિત કેટલીક સારી ઈનિંગ રમી હતી અ ભારતની સીરિઝ જીતમાં યોગદાન આપ્યું હતું. (All Photo Credit : PTI / GETTY)
ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ બાદ હવે ટીમ ઈન્ડિયા એશિયા કપમાં રમશે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
