IND vs ENG : ગિલ-રાહુલ-પંત સામે પાકિસ્તાનનો આ બોલર કરશે બોલિંગ ! POK સાથે છે ખાસ કનેક્શન
ભારત સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડની ટીમમાં એક યુવા સ્પિનરને પણ સામેલ કરવામાં આવ્યો છે. આ યુવા સ્પિનર સીરિઝ શરૂ થવા પહેલા ચર્ચામાં છે, કારણ કે તેનું પાકિસ્તાન સાથે ખાસ કનકેશન છે. કોણ છે આ ખેલાડી અને શું છે તેનું POK કનેક્શન. જાણો આ આર્ટિકલમાં.

ભારત સામેની ટેસ્ટ શ્રેણી પહેલા બેન સ્ટોક્સે 21 વર્ષીય યુવા સ્પિનરને ઈંગ્લેન્ડની ટીમનો સૌથી મોટો ટ્રમ્પ કાર્ડ (ડાર્ક હોર્સ) ગણાવ્યો છે. અને આ ખેલાડી છે શોએબ બશીર. શોએબ પાસેથી ઈંગ્લેન્ડને ઘણી અપેક્ષાઓ છે.

બહુ ઓછા લોકો જાણે છે ભારત સામે ઈંગ્લેન્ડની ટીમમાં સ્પિન બોલિંગની કમાન સાંભળનાર શોએબ બશીરનું પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POK સાથે ખાસ કનેક્શન છે.

બશીર પાકિસ્તાની મૂળનો છે. તેનો પરિવાર POKના મીરપુરનો રહેવાસી હતો. શોએબ બશીરને તેના કાકાએ ક્રિકેટ રમવા માટે કહ્યું હતું, જેઓ ગિલ્ડફોર્ડ સિટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિકેટકીપર બેટ્સમેન હતા. અહીંથી શોએબે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું.

આ યુવા સ્પિનરને સમરસેટ દ્વારા 2023 સિઝન માટે કોન્ટ્રાક્ટ મળ્યો. તેણે 7 જૂન 2023ના રોજ T20 બ્લાસ્ટમાં ડેબ્યૂ કર્યું. સમરસેટ ઉપરાંત, તે થોડા સમય માટે વોર્સેસ્ટરશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ માટે પણ રમી ચૂક્યો છે. ત્યારબાદ તેને ઓક્ટોબર 2023માં પહેલી વાર ઈંગ્લેન્ડ લાયન્સ ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

શોએબ બશીરને જાન્યુઆરી 2024માં ભારત સામે ટેસ્ટ શ્રેણીમાં પહેલીવાર ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. શોએબ બશીરે પોતાની બીજી જ ટેસ્ટ મેચમાં 5 વિકેટ લીધી હતી.

જૂન 2024માં વેસ્ટ ઈન્ડીઝ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં શોએબ બશીરે શાનદાર બોલિંગ કરી હતી. બશીર ઈંગ્લેન્ડ માટે ઘરઆંગણે 5 વિકેટ લેનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો.

બશીરે ઈંગ્લેન્ડ માટે 16 ટેસ્ટ મેચોમાં 36.69ની સરેરાશથી 58 વિકેટ લીધી છે, જ્યારે ફર્સ્ટ ક્લાસમાં 31 મેચોમાં 77 વિકેટ લીધી છે. T20માં, તેણે 7 મેચોમાં 24.33ની સરેરાશથી 6 વિકેટ, જ્યારે લિસ્ટ A માં 8 મેચોમાં 3 વિકેટ લીધી છે. (All Photo Credit : PTI / GETTY / X)
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝથી ટીમ ઈન્ડિયાના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ના નવા સર્કલની શરૂઆત થશે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
