IND vs ENG : કિલ્લા જેવું ઘર ખરીદનાર ઈંગ્લેન્ડનો સૌથી ધનિક ક્રિકેટર, ભારત સામેની શ્રેણીમાં ભજવશે મહત્વપૂર્ણ ભૂમિકા
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. જેમાં ઈંગ્લેન્ડના અનેક સ્ટાર ખેલાડીઓ ભાગ લેશે. આ સ્ટાર ખેલાડીઓ કરોડોની કમાણી કરે છે. પરંતુ શું તમે જાણો છો ઈંગ્લેન્ડનો સૌથી ધનિક ક્રિકેટર કોણ છે? અહીં આપણે વર્તમાન ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમ વિશે વાત કરી રહ્યા છીએ, જે ટીમ ઈન્ડિયા સામે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમવા જઈ રહી છે.

ઈંગ્લેન્ડનો સૌથી ધનિક ક્રિકેટર કોણ છે? જો આપણે ઈતિહાસમાં જઈએ તો ઘણા નામો છે, જેમાં સ્ટુઅર્ટ બ્રોડ ટોચ પર છે. પરંતુ અહીં આપણે વર્તમાન ઈંગ્લેન્ડ ટીમ વિશે વાત કરી રહ્યા છીએ. તેમાં સૌથી ધનિક ખેલાડી કયો છે?

વર્તમાન ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમમાં સૌથી ધનિક ખેલાડી તેનો કેપ્ટન બેન સ્ટોક્સ પોતે છે, જેની કુલ સંપત્તિ 105 કરોડ રૂપિયા છે. તેની મોટાભાગની કમાણી એન્ડોર્સમેન્ટ અને IPL જેવી લીગના કોન્ટ્રાક્ટ દ્વારા થાય છે.

બેન સ્ટોક્સે ડરહામમાં કિલ્લા જેવું ઘર ખરીદ્યું છે. તેણે આ ઘર ફૂટબોલર એડમ જોહ્ન્સન પાસેથી વર્ષ 2016માં ખરીદ્યું હતું, જેની કિંમત 19.80 કરોડ રૂપિયા છે. આ ઘર 2022માં ત્યારે સમાચારમાં આવ્યું હતું જ્યારે તેમાં ચોરીનો પ્રયાસ થયો હતો. તે સમયે બેન સ્ટોક્સ પાકિસ્તાનના પ્રવાસે હતો. ચોરીની ઘટનામાં તેના પરિવારજનોને સદનસીબે કોઈ નુકસાન થયું ન હતું.

બેન સ્ટોક્સના મહેલ જેવા ઘરની સૌથી મોટી ખાસિયત તેમાં હાજર 5 બેડરૂમ છે. તેનું ઘર 2.2 એકરના પ્લોટમાં ફેલાયેલું છે, જેમાં જીમ, હોમ થિયેટર અને ગેમિંગ રૂમ જેવી ઘણી અન્ય સુવિધાઓ છે.

બેન સ્ટોક્સ પછી, વર્તમાન ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમમાં બીજા ક્રમનો સૌથી ધનિક ખેલાડી જો રૂટ છે, જેની કુલ સંપત્તિ લગભગ 84 કરોડ રૂપિયા છે. (All Photo Credit : PTI)
20 જૂનથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































