AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : ગૌતમ ગંભીરે રિષભ પંતને બેટિંગ કરતા રોક્યો, ઈંગ્લેન્ડથી આવ્યા મોટા સમાચાર

રિષભ પંત ટીમ ઈન્ડિયાના વાઈસ-કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયો છે. તે આ પ્રવાસમાં ટીમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંનો એક છે. તેમ છતાં કોચ ગૌતમ ગંભીરે તેણે બેટિંગ પ્રેક્ટિસ કરતા અટકાવ્યો હતો. પ્રશ્ન એ છે કે મુખ્ય કોચે આવું કેમ કર્યું? સામાન્ય રીતે ગૌતમ ગંભીર આવું નથી કરતો, પણ પછી એવું શું થયું કે પંતને વચ્ચે જ રોકી દેવામાં આવ્યો?

| Updated on: Jun 09, 2025 | 6:29 PM
ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂ થવાની છે અને શ્રેણી પહેલા, ભારતીય ટીમના પ્રેક્ટિસ કેમ્પમાંથી મોટા સમાચાર આવ્યા છે. અહેવાલ છે કે કોચ ગૌતમ ગંભીરે વિકેટકીપર અને વાઈસ કેપ્ટન રિષભ પંતને બેટિંગ કરતા અટકાવ્યો હતો.

1 / 5
ટીમ ઈન્ડિયાનો પ્રેક્ટિસ કેમ્પ બેકનહામમાં ચાલી રહ્યો છે જ્યાં રિષભ પંતે રવિવારે ખૂબ પ્રેક્ટિસ કરી હતી. પંતે પહેલા થ્રો ડાઉનથી બેટિંગ શરૂ કરી, જ્યાં તેણે પોતાની લય અને ફૂટવર્ક પર કામ કર્યું. પછી તેણે પહેલા સ્પિન બોલરો કુલદીપ વોશિંગ્ટન સુંદર જાડેજા અને બાદમાં ઝડપી બોલરો બુમરાહ, પ્રસિદ્ધ, અર્શદીપ અને સિરાજનો સામનો કર્યો.

2 / 5
પંત લયમાં દેખાઈ રહ્યો હતો પરંતુ પછી મુખ્ય કોચ ગૌતમ ગંભીરે તેને બેટિંગ કરતા અટકાવ્યો. ગંભીર તેની પાસે ગયો અને થોડીવાર તેની સાથે વાત કરી. સામાન્ય રીતે ગંભીર બેટિંગની વચ્ચે કોઈપણ બેટ્સમેનને રોકતો નથી, પરંતુ આ વખતે તેણે તેમ કર્યું. પંત સાથે વાત કર્યા પછી, તેણે ફરીથી તેની બેટિંગ જોવાનું શરૂ કર્યું.

3 / 5
જોકે, આ પ્રેક્ટિસ દરમિયાન પંતના ડાબા હાથમાં એક બોલ વાગ્યો. પંત નેટમાંથી બહાર આવ્યો અને પછી ટીમ ડોક્ટરે તેના હાથ પર આઈસ પેક લગાવ્યું. આ પછી, પંતના હાથ પર પાટો બાંધવામાં આવ્યો અને તે એક કલાક આરામ કરતો જોવા મળ્યો. જોકે, બાદમાં પંતે કહ્યું કે તે બિલકુલ ઠીક છે.

4 / 5
રિષભ પંત ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે. તેણે ભૂતકાળમાં ઈંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કર્યું છે. હવે જોવાનું એ છે કે આ વખતે તે શું ચમત્કાર કરે છે? (All Photo Credit : PTI)

5 / 5

ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની પરીક્ષા થશે. ગિલ અને બુમરાહની સાથે પંત પર પણ બધાની નજર છે. રિષભ પંત સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">