IND vs ENG : આજે અમદાવામાં ટીમ ઈન્ડિયાની નજર ઇંગ્લેન્ડને સીરિઝમાં ક્લીન સ્વીપ કરવા પર રહેશે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ODI સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ 12 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચમાં, બધાની નજર પીચ પર રહેશે કારણ કે ટીમ ઈન્ડિયા સીરિઝમાં ક્લીન સ્વીપ કરવાનો પ્રયાસ કરશે.

ટીમ ઈન્ડિયાએ આ સિરીઝની પહેલી 2 મેચમાં શાનદાર પ્રદર્શન કરીને 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. આવી સ્થિતિમાં, ત્રીજી મેચ પહેલા, ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા તેની તૈયારીઓને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી આ ત્રીજી મેચમાં, બધાની નજર પીચ પર રહેશે.

જો આપણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશે વાત કરીએ, તો તે હાલમાં સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, તેથી બેટ્સમેન માટે અહીં છગ્ગો મારવો સરળ રહેતા નથી. અહીં અત્યાર સુધી રમાયેલી 31 વનડે મેચમાંથી, પહેલા બેટિંગ કરનારી ટીમ 15 વખત જીતી છે, જ્યારે લક્ષ્યનો પીછો કરતી ટીમ 16 વખત મેચ જીતવામાં સફળ રહી છે.

ભારતીય ટીમે અત્યાર સુધીમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 20 ODI મેચ રમી છે, જેમાંથી તેણે 11 મેચ જીતી છે અને 9 મેચ હારી છે. આ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા પહેલીવાર ઈંગ્લેન્ડ સામે રમશે.

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે યોજાવનાર વનડે મેચનો મામલે ટ્રાફિક વિભાગ દ્વારા સ્ટેડિયમની આસપાસના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા વૈકલ્પિક રસ્તો શરૂ કરાશે.જનપથ ટી થઇ પાવર હાઉસ સુધી અવર જવર કરી શકાશે.અમદાવાદ પોલીસ કમિશ્નરે બહાર પાડ્યુ જાહેરનામું છે કે,12 ફેબ્રુઆરી સવારે 9 વાગ્યાથી મેચ પૂર્ણ થાય ત્યા સુધી રસ્તાઓ બંધ રહેશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચે છેલ્લી વન ડે મેચ આજે રમાશે. ઐતિહાસિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થી વધુ એક વખત વિશ્વભરમાં જશે સામાજિક સંદેશ મેચ જોવા આવતા પ્રેક્ષકોને અંગદાનની જાગૃતિ લેવડાવી પ્રતિજ્ઞા અપાશે, ICC ચેરમેન જય શાહ અને ટીમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.ક્રિકેટના મેદાન થકી અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે.ICC નું ચેરમેન પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચ યોજાઇ રહી છે

અહીં સૌથી મોટા લક્ષ્યનો પીછો કરવાનો રેકોર્ડ ભારતીય ટીમના નામે છે, જે તેમણે 2002માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI મેચમાં 325 રનનો પીછો કરતી વખતે બનાવ્યો હતો.
અમદાવાદમાં મોટેરા સ્થિત આવેલુ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમએ વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. 1 લાખ 32 હજાર પ્રેક્ષકોના બેસવાની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમની માલિકી ગુજરાત ક્રિકેટ એસોસિએશનની છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
