રોહિત શર્મા હવે નથી નંબર 1 ODI બેટ્સમેન, આ ખેલાડીએ જીત્યો તાજ, 46 વર્ષ પછી તૂટ્યો રેકોર્ડ
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માએ પોતાનું નંબર વન વનડે રેન્કિંગ ગુમાવ્યું છે. ન્યુઝીલેન્ડના બેટ્સમેન ડેરિલ મિશેલે હવે તેમનું સ્થાન લીધું છે. મિશેલે ICC રેન્કિંગમાં નંબર 1 ODI બેટ્સમેન બની ઈતિહાસ રચ્યો છે.

ભારતનો દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા 3 અઠવાડિયા ICC રેન્કિંગમાં નંબર વન ODI બેટ્સમેનના સ્થાન પર રહ્યા બાદ નીચે આવી ગયો છે. લેટેસ્ટ ICC ODI રેન્કિંગમાં નંબર વનનું સ્થાન ન્યુઝીલેન્ડના મિડલ ઓર્ડર બેટ્સમેન ડેરિલ મિશેલે લીધું છે.

ડેરિલ મિશેલ 782 રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો છે. રોહિત તેનાથી માત્ર એક પોઈન્ટ પાછળ છે. મિશેલ અગાઉ નંબર 3 પર હતો, પરંતુ વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર પ્રદર્શનને કારણે તેણે રોહિત અને ઈબ્રાહિમ ઝદરાનને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવ્યું હતું.

તમને જાણીને નવાઈ લાગશે કે 47 વર્ષ પછી ન્યુઝીલેન્ડનો કોઈ બેટ્સમેન નંબર વન વનડે બેટ્સમેન બન્યો છે. આ પહેલા ગ્લેન ટર્નર 1979 માં નંબર વન વનડે બેટ્સમેન બન્યો હતો, અને હવે ડેરિલ મિશેલે આ સિદ્ધિ હાંસલ કરી છે.

ડેરિલ મિશેલ ન્યુઝીલેન્ડ તરફથી ત્રણેય ફોર્મેટમાં રમે છે. અત્યાર સુધીમાં આ ખેલાડીએ 33 ટેસ્ટમાં 44 થી વધુની સરેરાશથી 2139 રન બનાવ્યા છે. વનડેમાં તેણે 53.13 ની સરેરાશથી 2338 રન બનાવ્યા છે. મિશેલે વનડેમાં 7 સદી ફટકારી છે.

ડેરિલ મિશેલ 2025 માં ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે આ વર્ષે 16 ઈનિંગ્સમાં 54.35 ની સરેરાશથી 761 રન બનાવ્યા છે. તેણે એક સદી અને છ અડધી સદી ફટકારી છે.

જોકે, રોહિત પાસે ફરીથી નંબર 1 બનવાની તક છે. તે 30 નવેમ્બરથી આફ્રિકા સામે શરૂ થનારી વનડે શ્રેણીમાં રમશે. જો રોહિત ત્રણેય મેચમાં સારું પ્રદર્શન કરશે, તો ફરી નંબર 1 બની શકે છે. (PC : PTI / GETTY)
રોહિત શર્મા ભારતના સૌથી સફળ બેટ્સમેન અને કેપ્ટનોમાં એક છે. રોહિત શર્મા સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
