Commentators Salary : ક્રિકેટરો થી ઓછા નથી કોમેન્ટેટર્સ, કરોડોની કમાણી કરી જીવે છે લગ્ઝરી લાઈફ
ક્રિકેટના કોમેન્ટર્સ બનાવા માટે ક્રિકેટના નિયમો, ટેકનીક અને ઈતિહાસની સારી જાણકારી હોવી જોઈએ. મેચની સ્થિતિ અનુસાર એનાલિસિસ કરવા અને ચાહકોને રેકોર્ડ સમજાવવાની ક્ષમતા હોવી જોઈએ, ભારતના ટોપ કોમેન્ટર્સમાં હર્ષ ભોગલે, સંજય માંજરેકર, સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી અને આકાશ ચોપરા જેવા દિગ્ગજોના નામ સામેલ છે.

ભારતમાં ક્રિકેટ એક ધર્મની જેમ છે. દરેક ક્રિકેટર્સનું સપનું હોય છે કે, તે એક દીવસ પોતાના દેશ માટે ક્રિકેટ રમે,જેમાંથી કેટલાક ક્રિકેટર્સ એવા હોય છે, જે આગળ જઈને કોમેન્ટ્રીની દુનિયામાં એન્ટ્રી કરે છે

પરંતુ એક કોમેન્ટર બનવા માટે ક્રિકેટના નિયમો, ટેકનીક અને ક્રિકેટના ઈતિહાસની જાણકારી હોવી જોઈએ. મેચની સ્થિતિ મુજબ એનાલિલિસ કરવું તેમજ ચાહકોને મનોરંજન કરાવવાની જવાબદારી હોય છે.

જો આપણે ક્રિકેટરની બીસીસીઆઈ પાસેથી મળનારી સેલેરીની વાત કરીએ તો એક કોમેન્ટર પણ ક્રિકેટર પર સેલેરીને લઈ ભારે પડે છે. તમને જણાવી દઈએ કે, ગ્રેડ એ પ્લસના ખેલાડીઓને બીસીસીઆઈ તરફથી વર્ષના 7 કરોડ રુપિયા મળે છે. તો ગ્રેડ એના ખેલાડીઓને 5 કરોડ રુપિયા મળે છે. ગ્રેડ બીમાં 3 કરોડ રુપિયા વર્ષમાં આપવામાં આવે છે. તો ગ્રેડ સીના ખેલાડીઓને 1 કરોડ રુપિયા મળે છે.

કોમેન્ટ્રી ફીલ્ડમાં સેલેરી કોન્ટ્રાક્ટના ઉપર પણ નિર્ભર કરે છે.મીડિયા રિપોર્ટની વાત માનીએ તો એક મેચના હિસાબથી 2-3 લાખ રુપિયા કમાય છે. અનુભવ વધે છે તો સેલેરી 5-6 લાખ રુપિયા સુધી પહોંચી જાય છે.

એક રિપોર્ટ મુજબ ભારતીય ક્રિકેટ કોમેન્ટેટર્સ વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરતા રમત કોમેન્ટેટર્સમાં સામેલ છે. ટીમ ઈન્ડિયાની મેચો ઉપરાંત, ભારતીય ક્રિકેટ કોમેન્ટેટર્સ આઈપીએલ અને વિદેશી પ્રવાસો પર સિરીઝ દરમિયાન પણ કોમેન્ટરી કરે છે.

ભારતમાં એક જુનિયર ક્રિકેટ કોમેન્ટેટર દરરોજ લગભગ 35,000 રૂપિયા કમાઈ શકે છે. જ્યારે એક અનુભવી ઉચ્ચ કક્ષાના કોમેન્ટેટરનો પગાર ઘણો વધારે હોય છે જે દરરોજ 6 થી 10 લાખ રૂપિયા સુધીનો હોઈ શકે છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઇંગ ધરાવતા કોમેન્ટેટર પણ મોટી બ્રાન્ડ્સ સાથે જોડાયેલા છે અને જાહેરાતો દ્વારા કમાણી કરે છે.

સ્પોર્ટ્સ ચેનલોને કોમેન્ટેટરની જરૂર હોય છે. જો તે અહીં સારું પ્રદર્શન કરે છે તેઓ પાછળથી BCCI પેનલમાં જોડાય છે.
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. ક્રિકેટના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો

































































