ઉધાર લીધેલા બેટથી સદી ફટકારી, આજે ભારતનો નંબર 1 બેટ્સમેન, જાણો બર્થ ડે બોય અભિષેક શર્મા વિશે 5 મોટી વાતો
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અભિષેક શર્માએ 4 સપ્ટેમ્બરના રોજ પોતાનો 25 વર્ષનો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિષેક શર્મા ઓપનર તરીકે T20માં ધમાલ મચાવી રહ્યો છે અને એશિયા કપમાં પોતાના બેટની તાકાત બતાવવા માટે ઉત્સુક છે. આજે અભિષેકના જન્મદિવસ પર તેના ક્રિકેટ કરિયરની પાંચ સૌથી ખાસ મોમેન્ટ્સ વિશે વાત કરીશું.

અભિષેક શર્માએ જુલાઈ 2024માં ઝિમ્બાબ્વે સામે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પહેલી મેચમાં ખાતું પણ ખોલી શક્યો ન હતો, પરંતુ બીજી મેચમાં તેણે 47 બોલમાં 8 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 100 રનની ઈનિંગ રમી હતી. તેણે તેના મિત્ર શુભમન ગિલના બેટથી શાનદાર સદી ફટકારી હતી.

અભિષેક શર્માએ અંડર-16 ટીમમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 2015-16માં વિજય મર્જન્ટ ટ્રોફીમાં અભિષેકે 7 મેચમાં 1200 રન બનાવ્યા હતા. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે 57 વિકેટ પણ લીધી હતી. આ કારણે તેને રાજ સિંહ ડુંગરપુર એવોર્ડ મળ્યો હતો.

અભિષેક શર્માએ ત્રણ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. અભિષેકને તેના પિતાએ અમૃતસરના સ્થાનિક ક્રિકેટ ગ્રાઉન્ડ પર કોચિંગ આપ્યું હતું. તેના પિતા અંડર-22 નોર્થ ઝોન લેવલ સુધી રમી ચૂક્યા છે. તેમણે શરૂઆતમાં અભિષેકને કોચિંગ આપ્યું અને તેની કારકિર્દી ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

વર્ષ 2024માં, અભિષેક શર્મા વિવાદમાં ફસાઈ ગયો હતો. મોડેલ તાનિયા સિંહની આત્મહત્યાના સંદર્ભમાં સુરત પોલીસે અભિષેકને પૂછપરછ માટે બોલાવ્યો હતો. તાનિયાના મૃત્યુ પહેલા અભિષેક ઘણા મહિનાઓ સુધી તેના સંપર્કમાં હતો. જોકે, અભિષેકે જલ્દી આ વિવાદમાંથી છૂટકારો મેળવ્યો હતો.

અભિષેક શર્મા IPLમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર કરનાર ભારતીય ખેલાડી છે. સાથે જ તે T20 ઈન્ટરનેશનલમાં પણ ભારત માટે સૌથી મોટો વ્યક્તિગત સ્કોર પણ કરનાર ખેલાડી છે. (All Photo Credit : PTI / GETTY / INSTAGRAM)
ટીમ ઈન્ડિયાને સતત બીજીવાર એશિયા કપમાં ચેમ્પિયન બનાવવા ભારતીય ખેલાડીઓ તૈયાર છે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
