AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: લો બોલો…પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ આચર્યું ₹2.81 કરોડનું કૌભાંડ!

ભરૂચની ONGC કોલોની સબ-પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોના પૈસા સરકારી ખાતામાં જમા કરવાને બદલે કર્મચારીઓના અંગત ખાતામાં ટ્રાન્સફર કરવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ફિનાકલ સિસ્ટમ સાથે છેડછાડ કરીને આ ખેલ ખેલાયો હતો.

Breaking News: લો બોલો...પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ આચર્યું ₹2.81 કરોડનું કૌભાંડ!
Image Credit source: TV9 Network
| Updated on: Feb 24, 2026 | 9:51 PM
Share

ભરૂચ ડિવિઝનની પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક (POSB) ના ખાતાધારકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભરૂચની ONGC કોલોની સબ-પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો દ્વારા જમા કરાવવામાં આવેલા ₹2.81 કરોડ કથિત રીતે તેમના ખાતામાં પહોંચ્યા જ નથી. આ નાણાં કર્મચારીઓએ પોતાના અંગત અને આંતરિક ખાતાઓમાં ડાયવર્ટ કર્યા હોવાનો ખુલાસો થયો છે, જે બાદ CBI ગાંધીનગરે 12 કર્મચારીઓ સામે ગુનો નોંધ્યો છે.

શું હતી કૌભાંડની પદ્ધતિ (Modus Operandi)?

CBIની FIR મુજબ, ઓગસ્ટ 2024 થી ડિસેમ્બર 2025 દરમિયાન આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. મુખ્ય આરોપી અને તત્કાલીન સબ-પોસ્ટમાસ્ટર યાસીન ઘાંચી એ એજન્ટો મારફતે ગ્રાહકો પાસેથી રોકડ અને ચેક મેળવ્યા હતા.

  • સિસ્ટમમાં છેડછાડ: ફિનાકલ કોર બેંકિંગ સિસ્ટમમાં એવી એન્ટ્રી કરવામાં આવી કે પૈસા ગ્રાહકના ખાતામાં જમા થયા છે, પણ વાસ્તવમાં તે પૈસા અન્ય કર્મચારીઓના ખાતામાં મોકલવામાં આવ્યા હતા.
  • ડિજિટલ ટ્રાન્સફર: કર્મચારીઓના ખાતામાં પૈસા આવ્યા બાદ Google Pay અને અન્ય UPI પ્લેટફોર્મ દ્વારા તે રકમ મુખ્ય આરોપીઓ સાથે જોડાયેલા ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.
  • પાસબુકનો ખેલ: તપાસમાં જાણવા મળ્યું છે કે અનેક ગ્રાહકોને પાસબુકમાં એન્ટ્રી કરીને આપી દેવાઈ હતી, પરંતુ સરકારી રેકોર્ડમાં તે નાણાં જમા જ નહોતા થયા.

કુલ 56 ખાતાધારકો ભોગ બન્યા

ભરૂચ ડિવિઝનના પોસ્ટ ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટની ફરિયાદ મુજબ, મુખ્યત્વે ‘ટાઇમ ડિપોઝિટ’ સ્કીમ હેઠળના 56 ખાતાઓમાં ગેરરીતિ થઈ છે. કૌભાંડીઓએ સુપરવાઈઝરના આઈડી-પાસવર્ડનો ઉપયોગ કરીને આ ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપી હોવાનું પણ બહાર આવ્યું છે.

તપાસનો ગાળિયો કસાયો

ડિસેમ્બર 2025માં આંતરિક તપાસ દરમિયાન ટ્રાન્ઝેક્શનમાં વિસંગતતા દેખાતા આખું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. CBI એ હવે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ તેજ કરી છે. તપાસ અધિકારીઓ હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શનના પુરાવા અને અન્ય કેટલા ખાતાઓમાં પૈસા ડાયવર્ટ થયા છે તેની વિગતો એકત્ર કરી રહ્યા છે.

જો તમારું ખાતું પણ ભરૂચ ડિવિઝનની પોસ્ટ ઓફિસમાં હોય, તો એકવાર ઓનલાઈન અથવા હેડ ઓફિસ જઈને બેલેન્સની ખરાઈ કરી લેવી હિતાવહ છે.

ઈરાનમાં યુદ્ધના વાદળો ! ભારત સરકારની ‘દેશ છોડવા’ની સલાહ બાદ ભારતીય કામદારોનું શું થશે?, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
g clip-path="url(#clip0_868_265)">