IND A vs PAK A Live Streaming : ઈમર્જિંગ એશિયા કપની ફાઈનલમાં આજે ભારત-પાકિસ્તાનની જંગ, જાણો ક્યારે અને ક્યા જોઈ શકો છો મેચ
India A vs Pakistan A Asia Cup Final Live Streaming Telecast Channel :ઈમર્જિંગ એશિયા કપ 2023ના ગ્રુપ સ્ટેજમાં ભારત Aની ટીમે પાકિસ્તાન Aની ટીમને હરાવી હતી. આજે ફરી ભારત અને પાકિસ્તાનની ટીમ આમને સામને હશે.

કોઈ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ હોય અને તેમાં ભારત-પાકિસ્તાનની ટીમની ટક્કર હોય તો તે ફાઈનલ મેચ યાદગાર બની જશે. આજે શ્રીલંકામાં ચાલી રહેલા ઈમર્જિંગ એશિયા કપની ફાઈનલ મેચમાં ભારત-પાકિસ્તાનની ટક્કર થશે.

મેજબાન ટીમ શ્રીલંકાને હરાવીને પાકિસ્તાનની ટીમે ફાઈનલમાં સ્થાન મેળવ્યુ હતુ. જ્યારે ભારતીય ટીમ , બાંગ્લાદેશને હરાવીને ઈમર્જિંગ એશિયા કપની ફાઈનલમાં પહોંચી હતી.

બંને ટીમો વચ્ચે ફાઈનલ મેચ 23 જુલાઈ, રવિવારે રમાશે. ભારત A અને પાકિસ્તાન A વચ્ચેની ફાઇનલ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.

ભારત A vs પાકિસ્તાન A વચ્ચેની ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2:00 વાગ્યે શરૂ થશે.

ભારત A વિ પાકિસ્તાન A ફાઇનલ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. તમે આ મેચને ફેનકોડ એપ્લિકેશન અને વેબસાઇટ પર ઑનલાઇન જોઈ શકો છો. ટીવી9 ગુજરાતી પર તમે મેચ અંગેના સમાચાર વાંચી શકો છો.