ક્રિકેટનો “મિલ્ખા સિંહ” : શ્રીલંકાનો સ્ટાર બેટ્સમેન કુસલ મેન્ડિસ રનિંગ કરી 4016 રન બનાવવા કેટલા કિલોમીટર દોડ્યો ?
ક્રિકેટના મેદાનનો એ ખાસ રેકોર્ડ, જેના વિશે કોઈને ખાસ જ્ઞાન નથી, એવા વિકેટ પર રનિંગ કરી બનાવેલ રન અને તે બનાવવા કેટલા કિલોમીટર રનિંગ કરી તેની ખાસ સીરિઝમાં આજે વાત શ્રીલંકાના સ્ટાર બેટ્સમેન કુસલ મેન્ડિસની. કુસલ મેન્ડિસ શ્રીલંકાનો દમદાર બેટ્સમેન છે. કુસલ મેન્ડિસ છેલ્લા દશકમાં શ્રીલંકા તરફથી ત્રણેય ફોર્મેટમાં રમ્યો છે અને 12 સેન્ચુરી પણ ફટકારી ચૂક્યો છે.

કુસલ મેન્ડિસ ટેસ્ટ ક્રિકેટમાં શ્રીલંકાનો સૌથી પ્રતિભાશાળી બેટ્સમેન છે. કુસલ મેન્ડિસ ક્રિકેટના ત્રણેય ફોર્મેટ શ્રીલંકા માટે રમ્યો છે પરંતુ ક્રિકેટના સૌથી લાંબા ટેસ્ટ ફોર્મેટમાં તે સૌથી વધુ સફળ થયો છે.

કુસલ મેન્ડિસે વનડેમાં શ્રીલંકા તરફથી 115 મેચ રમી છે અને 3422 રન ફટકાર્યા છે, જ્યારે ટેસ્ટમાં 60 મેચમાં 3988 રન અને T20માં શ્રીલંકા તરફથી રમતા 55 મેચમાં 1270 રન બનાવ્યા છે. કુસલ મેન્ડિસ વનડેમાં 3 અને ટેસ્ટમાં 9 સદી ફટકારી ચૂક્યો છે.

કુસલ મેન્ડિસે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં 230 મેચો રમી છે અને 8680 રન બનાવ્યા છે. જેમાં કુલ 12 સદી અને 55 ફિફ્ટી સામેલ છે.

કુસલ મેન્ડિસે ત્રણેય ફોર્મેટમાં 923 ફોર અને 162 સિક્સર ફટકારી છે. જેમાં બાઉન્ડ્રીથી કુસલ મેન્ડિસે 4664 રન બનાવ્યા છે.

કુસલ મેન્ડિસે ટેસ્ટ, વનડે અને T20 ફોર્મેટમાં સિંગલ, ડબલ, ટ્રિપલ દ્વારા 4016 રન બનાવ્યા છે અને તે 22 યાર્ડની પીચ પર 80 KM દોડ્યો છે.