Asian Games Breaking News : ફાઈનલ જીત્યા વગર ભારતીય ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ, મેદાન પર તિરંગો લઈને નાચ્યા ખેલાડીઓ
Asian Games 2023 Final: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એશિયન ગેમ્સ 2023ની પુરૂષ ક્રિકેટની ફાઇનલ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. જેને કારણે ભારતને ગોલ્ડ મેડલ મળ્યો છે. આ ગોલ્ડ મેડલ મળવાની ખુશીમાં ખેલાડીઓએ મેદાન પર ઊજવણી કરી હતી.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં પુરૂષ ક્રિકેટ ઈવેન્ટની ફાઈનલ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. ICC T20 રેન્કિંગના આધારે ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

ટીમ ઈન્ડિયા રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર છે. આ સાથે જ અફઘાનિસ્તાન 10મા સ્થાને છે.ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લેવા આવી હતી. તેણે પોતાના પ્રથમ પ્રયાસમાં જ ઈતિહાસ રચ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો.

અગાઉ 2010માં બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને હરાવીને ગોલ્ડ જીત્યો હતો અને 2014માં શ્રીલંકાએ અફઘાનિસ્તાનને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. અફઘાનિસ્તાનની ટીમ સતત ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી હતી અને ત્રીજા સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

મેચમાં ભારતીય કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી છે. અફઘાનિસ્તાને 18.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા છે. હાલમાં મેદાનને આવરણથી ઢાંકી દેવામાં આવ્યું છે.