AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 5 બોલમાં 5 વિકેટ, એક મેચમાં 9 વિકેટ, ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક આશ્ચર્યજનક ઘટના બની. 21 વર્ષીય બોલરે માત્ર ત્રણ ઓવરમાં નવ વિકેટ લીધી. આ સ્પેલ દરમિયાન ખેલાડીએ સતત પાંચ બોલમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી.

| Updated on: Apr 10, 2026 | 5:31 PM
Share
BCA કાલાહારી મહિલા T20 ટુર્નામેન્ટ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની. આ મેચમાં એક ટીમ માત્ર 13 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. તેનું કારણ એક 21 વર્ષીય બોલર હતી. આ બોલરે મેચમાં કુલ નવ બેટ્સમેનોને આઉટ કરીને ક્રિકેટની દુનિયામાં અજોડ સિદ્ધિ હાંસલ કરી. આ બોલરે મેચ દરમિયાન સતત પાંચ બોલમાં પાંચ વિકેટ પણ લીધી હતી.

1 / 6
BCA કાલાહારી મહિલા T20 ટુર્નામેન્ટની 14મી મેચમાં બ્રાઝિલ અને લેસોથો આમને-સામને હતા. આ મેચમાં બ્રાઝિલની ફાસ્ટ બોલર લૌરા કાર્ડોસોએ T20I ક્રિકેટમાં એક અનોખી સિદ્ધિ હાંસલ કરી. તેણીએ એક જ ઈનિંગમાં 9 વિકેટ લીધી, જે પુરુષ અને મહિલા T20I ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત હતી.

2 / 6
આ પહેલા, ભૂટાનના સોનમ યેશેએ પુરુષોની T20Iમાં 8 વિકેટ લીધી હતી, જ્યારે ઈન્ડોનેશિયાની રોહમાલિયાના નામે મહિલા T20Iમાં 7 વિકેટનો રેકોર્ડ હતો. લૌરાએ બંનેને પાછળ છોડી દીધા.

3 / 6
મેચમાં બ્રાઝિલે પ્રથમ બેટિંગ કરીને 202 રન બનાવ્યા. જવાબમાં લેસોથો ફક્ત 13 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું. આખી ઈનિંગ ફક્ત 6.2 ઓવર ચાલી. આ દરમિયાન લૌરા કાર્ડોસોએ જોરદાર બોલિંગ કરી. લૌરાએ તેની પહેલી ઓવરના છેલ્લા ત્રણ બોલમાં ત્રણ વિકેટ લઈ હેટ્રિક પર પૂર્ણ કરી. જે બાદ લૌરાએ તેની બીજી ઓવરના પહેલા બે બોલ પર બે વિકેટ લીઈ સતત પાંચ બોલમાં પાંચ વિકેટ પણ લીધી.

4 / 6
લૌરાએ તેની પહેલી ઓવરમાં ત્રણ, બીજી ઓવરમાં ચાર અને ત્રીજી ઓવરમાં બે વિકેટ લીધી અને મેચમાં કુલ નવ વિકેટ લઈ ઈતિહાસ રચ્યો હતો. બ્રાઝિલે આ મેચ 189 રનથી જીતી લીધી હતી. આ પ્રદર્શન બ્રાઝિલની મહિલા ક્રિકેટ અને લૌરા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને યાદગાર છે.

5 / 6
લૌરા કાર્ડોસો પહેલા પણ હેડલાઇન્સમાં રહી ચૂકી છે. 2021 માં લૌરા 16 વર્ષની ઉંમરે T20I હેટ્રિક લેનારી પ્રથમ બ્રાઝિલિયન ખેલાડી બની હતી. હવે, એક ઇનિંગમાં નવ વિકેટ લઈને, તેણીએ વિશ્વ ક્રિકેટમાં પોતાને સ્થાપિત કરી છે. નોંધનીય છે કે આ ટુર્નામેન્ટમાં બધી એસોસિએટ ટીમો ભાગ લઈ રહી છે. (PC:X/ICC/ESPN)

6 / 6

Breaking News : LSG ને જીત બાદ લાગ્યો મોટો ઝટકો, ટીમનો સ્ટાર ખેલાડી ઈજાના કારણે ​​આખી IPL સિઝનમાંથી થયો બહાર

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">