IND vs OMA : 3 ખેલાડીઓ બહાર, ઓમાન સામે આવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11
2025 એશિયા કપમાં ભારતનો આગામી મુકાબલો ઓમાન સામે હશે. આ મેચ અબુ ધાબીમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ મોટા ફેરફારો કરી શકે છે. જાણો કયા ખેલાડીઓની પસંદગી થઈ શકે છે?

ભારતે એશિયા કપ 2025માં પહેલા UAE અને પછી પાકિસ્તાનને હરાવી ટીમ ઈન્ડિયાએ સુપર 4 રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે. જોકે, ટીમને અંતિમ લીગ મેચ રમવાનો બાકી છે, જેના માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

એશિયા કપ 2025માં ગ્રુપ સ્ટેજના અંતિમ મુકાબલામાં ટીમ ઈન્ડિયા ઓમાન સામે રમશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા પ્લેઈંગ 11 માં ત્રણ ફેરફાર કરી શકે છે.

અબુ ધાબીમાં ઓમાન સામેની મેચમાં રિંકુ સિંહ રમશે એવા અહેવાલ છે, જો કે રિંકુ સિંહને કોની જગ્યાએ ટીમમાં સ્થાન મળશે તે હજુ સુધી સ્પષ્ટ નથી.

રિંકુ સિંહ ઉપરાંત, હર્ષિત રાણા અને અર્શદીપ સિંહના રમવાની પણ અપેક્ષા છે. જો આ બે ખેલાડીઓ રમે છે, તો હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને આગામી મેચ માટે આરામ આપવામાં આવી શકે છે.

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11 : શુભમન ગિલ, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, તિલક વર્મા/રિંકુ સિંહ, શિવમ દુબે, હર્ષિત રાણા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી. (All Photo Credit : PTI / GETTY)
એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયાએ સુપર 4 રાઉન્ડમાં સ્થાન મેળવ્યું. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
