AUS vs ENG: મેચ પહેલા મોટો ઝટકો, હાર બાદ બહાર થયો આ સ્ટાર ખેલાડી
ઓસ્ટ્રેલિયાએ પહેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને માત્ર બે દિવસમાં હરાવ્યું હતું. આ હાર બાદ ઇંગ્લેન્ડને બ્રિસ્બેનમાં ડે-નાઇટ ટેસ્ટમાં જીત મેળવી સિરીઝમાં વાપસી કરવા પ્રયાસ કરશે, પરંતુ મેચ પહેલા તેમને મોટો ઝટકો લાગ્યો હતો.

બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાના પ્રવાસની શરૂઆત હાસ સાથે કરી હતી. ઇંગ્લેન્ડની ટીમ એશિઝની પહેલી ટેસ્ટ માત્ર બે દિવસમાં જ હારી ગઈ હતી. હવે તેમને આગામી ટેસ્ટમાં જીતની જરૂર છે, પરંતુ ફાસ્ટ બોલર માર્ક વુડના બહાર થવાથી ટીમને મોટો ઝટકો લાગ્યો છે.

ઈજાને કારણે છેલ્લા ઘણા મહિનાઓથી રમતથી દૂર રહેલો માર્ક વુડ પર્થ ટેસ્ટમાં પાછો ફર્યો. તેની વાપસી ખરાબ રહી, તે બંને ઇનિંગ્સમાં એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો. જોકે, હવે તે બીજી મેચમાંથી બહાર થઈ ગયો છે.

માર્ક વુડની ઈજા અને તેની રિકવરીને કારણે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે આ નિર્ણય લીધો છે. વુડે માર્ચમાં ઘૂંટણની સર્જરી કરાવી હતી અને નવ મહિના પછી તેની પહેલી મેચ રમી હતી. તેથી ઇંગ્લિશ ટીમ શ્રેણીના અંત સુધી તેને ફિટ રાખવા માટે આ મેચ માટે તેને આરામ આપશે.

વિશ્વના સૌથી ઝડપી બોલરોમાંના એક માર્ક વુડનું પર્થ ટેસ્ટમાં પણ રમવાનું અશક્ય માનવામાં આવતું હતું, પરંતુ તેણે મેચ પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો હતો. તેથી 35 વર્ષીય ઝડપી બોલરની ફિટનેસ જાળવી રાખવા માટે તેને બીજી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે.

ફાસ્ટ બોલર જોશ ટોંગ બીજી ટેસ્ટમાં માર્ક વુડનું સ્થાન લઈ શકે છે. જમણા હાથના આ ઝડપી બોલરે છેલ્લે ઓગસ્ટમાં ભારત સામે ટેસ્ટ મેચ રમી હતી. હવે તે 4 ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં શરૂ થનારી ડે-નાઈટ ટેસ્ટમાં રમી શકે છે. (PC: PTI/Getty Images)
એશિઝ 2026માં પહેલી મેચમાં હાર બાદ ઇંગ્લેન્ડ હવે બીજી મેચમાં જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
