આ કાનુનને કારણે અભિષેક શર્મા પોતાની કિંમતી SUV ભારતમાં લાવી શકશે નહીં
એશિયા કપ 2005માં અભિષેક શર્માનું બેટ શાનદાર રીતે ચાલ્યું હતુ. તેમણે 7 ઈનિગ્સમાં 314 રન બનાવ્યા છે. આ સાથે તેમણે 3 અડધી સદી અને 32 ચોગ્ગા અને 19 સિક્સ ફટકારી છે. તો આજે આપણે જાણીશું કે, એશિયા કપમાં ગિફ્ટમાં મળેલી કાર અભિષેક શર્મા ભારત કેમ લાવી શકશે નહી?

ભારતની એશિયા કપ 2025માં શાનદાર જીતમાં અનેક ખેલાડીઓએ શાનદાર ભૂમિકા નિભાવી છે પરંતુ સૌથી વધારે ચર્ચામાં રહ્યો ઓપનર અભિષેક શર્મા. આ યુવા બેટ્સમેને આખી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને તેને પ્લેયરઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ પણ પોતાને નામ કર્યો હતો પરંતુ હવે એક અનોખું ટ્વિસ્ટ સામે આવ્યું છે.

અભિષેક શર્મા પોતાની HAVAL H9 SUV કાર ભારત લાવી શકશે નહી અને આનું કારણ કાનુન સાથે જોડાયેલું છે.એશિયા કપ 2025માં અભિષેક શર્માનું બેટ સારું ચાલ્યું હતુ. તેમણે ભારત માટે જીત અપાવવામાં મોટો ફાળો આપ્યો હતો.

એશિયા કપ 2025 ફાઈનલમાં તે મોટી ઈનિગ્સ રમી શક્યો ન હતો પરંતુ તેમનું પ્રદર્શન આખું ટૂર્નામેન્ટમાં સૌથી સુંદર રહ્યું હતુ. તેની શાનદાર બેટિંગ માટે તેને HAVAL H9 SUV ગિફ્ટમાં આપવામાં આવી છે. એક લક્ઝરી ઓફ-રોડ કાર જે પોતાના સુંદર લુક અને ફીચર્સ માટે ફેમસ છે પરંતુ હવે તેની આ ગિફ્ટ કાર વિવાદનું કારણ બની ગઈ છે.

HAVAL H9 SUV જોવામાં સ્ટાઈલિશ છે.આ ભારતના કાનુનના હિસાબથી અયોગ્ય છે. આ કાર લેફ્ટ-હેડ-ડ્રાઈવ વર્ઝનમાં છે. જ્યારે ભારતમાં રાઈટ-હેન્ડ -ડ્રાઈવ વાહનો ચલાવવાની પરવાનગી છે. ભારતના રોડ સેફ્ટી અને વ્હીકલ રજિસ્ટ્રેશન એકટ હેઠળ લેફ્ટ-હેન્ડ-ડ્રાઈવ કારોનું દેશમાં ન તો તે રજીસ્ટર કે ચલાવી શકાતી નથી,

તેથી જ અભિષેક ભારતમાં આ SUV લાવી કે ચલાવી શકશે નહી. ચાહકો પહેલા હેરાન હતા કારણ કે, તેમણે કાર કેમ છોડી પરંતુ હવે આની સ્પષ્ટતા થઈ ગઈ છે. આ કાર ભારતીય નિયમો મુજબ નથી.

રિપોર્ટ મુજબ HAVAL બ્રાન્ડ ભારતમાં નવેમ્બર 2025 સુધી આ એસયુવીને રાઈટ-હેન્ડ-ડ્રાઈવ વર્ઝનમાં લોન્ચ કરી શકે છે.

જો આવું થાય છે તો અભિષેક શર્માને સંભવ છે કે, ભારતમાં ચલાવવી યોગ્ય અને નવું મોડલ આપવામાં આવી શકે છે. પરંતુ અત્યારસુધી કંપની કે આયોજકો દ્વારા કોઈ અધિકારિક નિવેદન આપવામાં આવ્યું નથી.
બહેન ડોક્ટર, 3 વર્ષની ઉંમરે બેટ હાથમાં લીધું, રન નહિ પરંતુ સિક્સરના બાદશાહનો આવો છે પરિવાર અહી ક્લિક કરો
