આ 5 ટૂંકા કદના બેટ્સમેનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેળવી મોટી સિદ્ધી, સચિન સહિત ત્રણ ભારતીય સામેલ
ક્રિકેટમાં ઊંચાઈ મહત્વપૂર્ણ હોવા છતાં, ઘણીવાર ટૂંકા કદના બેટ્સમેનો પણ પોતાની મહેનત અને કુશળતાથી ઈતિહાસ રચી લે છે. આજે આપણે આવા પાંચ ટૂંકા કદના બેટ્સમેનો પર નજર કરીએ, જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર સિદ્ધિઓ હાંસલ કરી છે. આ ખેલાડીઓએ સાબિત કર્યું છે કે ક્રિકેટમાં મહાનતા માટે માત્ર ઊંચાઈ જરૂરી નથી, કુશળતા, ધૈર્ય અને ટેકનિક વધુ મહત્વપૂર્ણ છે.

1. સચિન તેંડુલકર (ભારત) – 5 ફૂટ 5 ઈંચ : ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર, ભલે ઉંચાઈમાં નાના હોય, પરંતુ તેમની 24 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 34,000થી વધુ રન અને 100 ટેસ્ટ સદી ફટકારવાની સાથે તેમણે અનેક રેકોર્ડ બનાવ્યા છે.

2. સુનીલ ગાવસ્કર (ભારત) – 5 ફૂટ 5 ઈંચ : “લિટલ માસ્ટર” સુનીલ ગાવસ્કર પણ ટૂંકા કદના બેટ્સમેન હતા. તેમ છતાં, તેમણે 10,000થી વધુ ટેસ્ટ રન બનાવ્યા અને ભારતને વિશ્વના ટોચ પર પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

3. ગુન્ડપ્પા વિશ્વનાથ (ભારત) – 5 ફૂટ 3 ઈંચ : ભારતના મહાન બેટ્સમેન ગુન્ડપ્પા વિશ્વનાથ, ટૂંકા કદના હોવા છતાં, 91 ટેસ્ટમાં 6,000થી વધુ રન બનાવીને ટીમને અનેક જીતમાં મદદરૂપ રહ્યા.

4. મુશફિકુર રહીમ (બાંગ્લાદેશ) – 5 ફૂટ 3 ઈંચ : બાંગ્લાદેશના વિકેટકીપર-બેટ્સમેન મુશફિકુર રહીમ પણ ટૂંકા કદના હોવા છતાં અદભૂત બેટિંગ કરે છે. તેમણે ત્રણેય ફોર્મેટમાં 12,500થી વધુ રન બનાવ્યા અને દેશ માટે મહત્વપૂર્ણ જીત હાંસલ કરવી.

5. ક્રુગર વાન વિક (ન્યુઝીલેન્ડ) – 4 ફૂટ 9 ઈંચ : ક્રિકેટ ઈતિહાસના સૌથી ટૂંકા કદના ખેલાડીઓમાંના એક, દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ક્રુગર વાન વિક, ન્યુઝીલેન્ડ માટે માત્ર 9 ટેસ્ટ રમ્યા અને 341 રન બનાવ્યા. ટૂંકા કદ હોવા છતાં, તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની છાપ છોડવાની કાબેલીયત દાખવી. (PC : PTI / GETTY)
સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર ભારતના સૌથી મહાન અને સફળ બેટ્સમેન છે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
