લોર્ડ્સમાં 10 ભારતીય ખેલાડીઓએ ફટકારી સદી, સચિન-કોહલી ન કરી શક્યા 100નો આંકડો પાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ લોર્ડ્સ ખાતે રમાશે. આ મેચ 10 જુલાઈથી શરૂ થઈ રહી છે. અત્યાર સુધીમાં 10 ભારતીય બેટ્સમેનોએ લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં સદી ફટકારી છે. ખાસ વાત એ છે કે સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને સુનીલ ગાવસ્કર લોર્ડ્સમાં સદી ફટકારી શક્યા નથી.

ટીમ ઈન્ડિયા હવે લંડનના લોર્ડ્સ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ રમવાની છે. આ મેચ 10 જુલાઈથી શરૂ થઈ રહી છે. આ મેચમાં બંને ટીમો પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા છે.

અત્યાર સુધીમાં 10 ભારતીય બેટ્સમેન છે જેમણે લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં સદી ફટકારી છે. જોકે, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરના નામ આ યાદીમાં નથી.

લોર્ડ્સમાં સદી ફટકારનારા 10 ભારતીય ખેલાડીઓની યાદીમાં દિલીપ વેંગસરકર ટોચ પર છે. તેમણે આ મેદાન પર ચાર ટેસ્ટ મેચ રમી છે જેમાં 72.57ની સરેરાશથી 508 રન બનાવ્યા છે. આમાં ત્રણ સદીનો સમાવેશ થાય છે. તેઓ અહીં સૌથી વધુ સદી ફટકારનારા ભારતીય બેટ્સમેન છે.

લોર્ડ્સમાં સદી ફટકારનારા ભારતીય ખેલાડીઓમાં રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, મોહમ્મદ અઝહરુદ્દીન, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, અજિત અગરકર, વિનુ માંકડ, રવિ શાસ્ત્રી અને ગુંડપ્પા વિશ્વનાથનો સમાવેશ થાય છે.

ક્રિકેટના મક્કા ગણાતા ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતના ક્રિકેટ ઈતિહાસના ત્રણ સૌથી સફળ બેટ્સમેન સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને વિરાટ કોહલી 100 રનનો આંકડો પાર કરી શક્યા નથી. (All Photo Credit : PTI / ESPN)
100 થી વધુ સદી ફટકારનાર સચિન તેંડુલકર લોર્ડ્સમાં ક્યારેય સદી ફટકારી શક્યા નથી. સચિન તેંડુલકર સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
