1000 કરોડની આ ફિલ્મમાં હીરોઈન નહીં પરંતુ વિલનના પાત્રમાં જોવા મળશે આ બોલિવુડ અભિનેત્રી
એસએસ રાજામૌલીની આ ફિલ્મ આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંથી એક છે. હવે એક નવા અહેવાલ મુજબ આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા વિલનની ભૂમિકામાં જોવા મળશે. દેશી ગર્લ 1000 કરોડની આ ફિલ્મમાં હીરોઈન નહીં પરંતુ વિલનના પાત્રમાં જોવા મળશે

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હવે હીરો કરતાં વધુ દિગ્દર્શકો વિલનને કાસ્ટ કરવા વિશે વિચારતા જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ડસ્ટ્રીમાં વિલનની પકડ ઘણી મજબૂત બની છે. બોબી દેઓલ,સંજય દત્ત અને જેકી શ્રોફ જેવા માટા સ્ટાર હવે વિલનના પાત્રમાં જોવા મળી રહ્યા છે. બોલિવુડ અભિનેતા બાદ હવે બોલિવુડ અભિનેત્રી વિલનના પાત્રની તૈયારી કરી રહી છે.

એસએસ રાજામૌલીની ફિલ્મ એસએસએમબી 29ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મને 1000 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે. ચાહકોને આ ફિલ્મ પાસે ખુબ મોટી આશા છે. હવે આ ફિલ્મને લઈ એક નવું અપટેડ સામે આવ્યું છે.

એસએસ રાજામૌલી તેમની આગામી ફિલ્મ SSMB 29 માટે ચર્ચામાં છે. ચાહકો આ ફિલ્મના દરેક અપડેટ જાણવા ઉત્સુક છે. પ્રિયંકા ચોપરા અને મહેશ બાબુની જોડી આ ફિલ્મમાં પહેલીવાર જોવા મળવાની છે, જેના કારણે ચાહકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

હવે આ ફિલ્મને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, એસએસ રાજામૌલીની આ ફિલ્મમાં દેશી ગર્લ વિલનની ભૂમિકા ભજવવા જઈ રહી છે.આ પહેલીવાર નથી કે જ્યારે પ્રિયંકા ચોપરા વિલનની ભૂમિકામાં જોવા મળશે, આ પહેલા પ્રિયંકા ચોપરાએ ઐતરાઝ (2004)માં પણ વિલનની ભૂમિકા ભજવી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે હૈદરાબાદ સિવાય ફિલ્મનું શૂટિંગ કેન્યાના જંગલોમાં કરવામાં આવશે.રાજામૌલીએ પ્રિયંકાને પોતાની ફિલ્મમાં વિલન બનવા માટે 30 કરોડ રૂપિયાની મોટી રકમ આપવાનું પણ નક્કી કર્યું છે.

પ્રિયંકા હવે ભારતીય સિનેમાની સૌથી મોંઘી વિલન બની ગઈ છે. પ્રિયંકા પહેલા કોઈ પુરૂષ અભિનેતાએ વિલનની ભૂમિકા માટે આટલી ફી લીધી નથી.
પ્રિયંકા ચોપરાનો જન્મ 18 જુલાઈ 1982માં ઝારખંડના જમશેદપુરમાં થયો હતો. તેની માતાનું નામ મધુ ચોપરા તેમજ અશોક ચોપરા છે. અભિનેત્રી વિદેશી બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. પ્રિયંકા ચોપરાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































