Best Kissing Scene In Movie: આ છે બોલિવૂડના ટોપ કિસિંગ સીન, આ ફિલ્મના Kissing Scene આજે પણ ચાહકોને યાદ છે
આજે કિસ ડે (Kiss Day 2023 )છે, બોલિવૂડ રોમાન્સ માટે પણ જાણીતું છે, આજે અમે તમને બોલીવુડ ફિલ્મોના આવા જ કેટલાક કિસિંગ સીન વિશે જણાવીશું. જે આજે પણ હોટ ફેમસ છે.

Kissing Scene List:બોલિવૂડ સિનેમા હવે પહેલા કરતા વધુ બોલ્ડ થઈ ગયું છે. આજે કોઈ પણ ફિલ્મ કિસિંગ સીન વગર અધૂરી લાગે છે. આ લિસ્ટમાં અમે તમારા માટે એવા સીન્સનું લિસ્ટ લાવ્યા છીએ જેની ખૂબ જ ચર્ચા થઈ હતી.

મર્ડર - કિસિંગ સીનની વાત થાય અને તેમાં ઈમરાન હાશ્મીનું નામ ન આવે એતો કઈ રીતે બને. મર્ડર ફિલ્મમાં ઈમરાન હાશ્મીએ મલ્લિકા શેરાવત સાથે લાંબો કિસિંગ સીન આપ્યો હતો. જે આજે પણ વાયરલ થઈ રહ્યો છે.

યે જવાની હૈ દીવાની - દીપિકા પાદુકોણે પણ ફિલ્મ 'યે જવાની હૈ દીવાની'માં રણબીર કપૂર સાથે લિપલોક કર્યું હતું. તમને જણાવી દઈએ કે બંનેએ બ્રેકઅપ બાદ આ ફિલ્મ કરી હતી.

ફોર મોર શોર્ટસ પ્લીઝ - આ વેબ સિરીઝમાં, લેસ્બિયન અભિનેત્રીઓ લિસા રે અને બાની જેએ એક નહીં પરંતુ ઘણા કિસિંગ સીન આપ્યા છે.આ સિરીઝમાં મિલિંદ સોમન અને સયાની ગુપ્તાએ પણ કિસિંગ સીન આપ્યા હતા.

ફર્જી - શાહિદ કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝમાં, અભિનેતાએ રાશિ ખન્ના સાથે કિસિંગ સીન આપ્યો હતો. જેની ખૂબ ચર્ચા થઈ હતી.

ધ નાઈટ મેનેજર - વેબ સીરીઝ 'ધ નાઈટ મેનેજર'માં શોભિતા ધુલીપાલાએ અનિલ કપૂર સાથે લાંબો કિસિંગ સીન આપ્યો હતો. (All photos social media)