ભાઈ, ભાભી, માતા, દાદા કરી ચૂક્યા છે બોલિવુડમાં કામ ત્રણ ભાઈઓમાં સૌથી નાનો છે અભિનેતા, જુઓ પરિવાર
આદિત્ય રોય કપૂર ફેમસ નિર્માતા-દિગ્દર્શક સિદ્ધાર્થ રોય કપૂર અને અભિનેતા કુણાલ રોય કપૂરનો નાનો ભાઈ છે. અભિનેત્રી વિદ્યા બાલ આદિત્ય રોય કપૂરની ભાભી છે.તો આજે આપણે આદિત્ય રોય કપૂરની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ,

સલમાન ખાન પછી થોડા દિવસ પહેલા એક અજાણી મહિલા આદિત્ય રોય કપૂરના ઘરમાં ઘૂસી ગઈ છે. પોલીસે ઘરના નોકરની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. તો આજે આપણે આદિત્ય રોય કપૂરના પરિવાર વિશે વિસ્તારથી વાત કરીએ.

બોલિવૂડમાં એક એવો સ્ટાર કિડ્સ છે જેમણે પોતાના દમ પર ખ્યાતિ મેળવી છે. લીડ રોલ મેળવતા પહેલા તેમણે લગભગ 5 વર્ષ સુધી સાઈડ રોલમાં કામ કર્યું હતુ.

આદિત્ય રોય કપૂરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

આદિત્ય રોય કપૂરનો જન્મ 16 નવેમ્બર 1985ના રોજ મુંબઈમાં થયો છે. તે એક બોલિવુડ અભિનેતા છે જે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. વીજે તરીકે કામ કર્યા પછી, તેમણે મ્યુઝિકલ ડ્રામા લંડન ડ્રીમ્સ (2009) થી અભિનયની શરૂઆત કરી.

અભિનેતાના પિતાનું નામ કુમુદ રોય કપૂર અને માતાનું નામ સલોમ એરોન હતું. તેમના દાદા, રઘુપત રોય કપૂર,1940ના દાયકાની શરૂઆતમાં એક ફિલ્મ નિર્માતા હતા.

આદિત્ય રોય કપૂર ત્રણ ભાઈઓમાં સૌથી નાનો છે, તેમના મોટા ભાઈ, સિદ્ધાર્થ રોય કપૂર, યુટીવી મોશન પિક્ચર્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે અને તેમણે અભિનેત્રી વિદ્યા બાલન સાથે લગ્ન કર્યા છે. તેમના બીજા મોટા ભાઈ, કુણાલ રોય કપૂર, પણ એક અભિનેતા છે.

આદિત્ય કપૂરે XI ધોરણમાં સેન્ટ ઝેવિયર્સમાં પ્રવેશ મેળવ્યો અને સ્નાતકની પદવી મેળવી. પહેલા તે ક્રિકેટર બનવા માંગતો હતો પરંતુ છઠ્ઠા ધોરણ પછી તેણે ક્રિકેટ કોચિંગ છોડી દીધું.

આદિત્ય રોય કપૂરે 'લંડન ડ્રીમ્સ' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ બોલિવુડમાં અનેક હિટ ફિલ્મો આપી ચૂકી છે. આદિત્ય રોય કપૂરને સાચી ઓળખ ફિલ્મ આશિકી 2 (2013) થી મળી. તે જ વર્ષે, રોમેન્ટિક કોમેડી ફિલ્મ યે જવાની હૈ દીવાની તેમની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની, અને તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે IIFA એવોર્ડ ઉપરાંત શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેશન મળ્યું.

દાવત-એ-ઇશ્ક (2014), ફિતૂર (2016), ઓકે જાનુ (2017) અને કલંક (2019) જેવી ફિલ્મો પછી થ્રિલર ફિલ્મ મલંગ (2020), બ્લેક કોમેડી લુડો (2020) અને થ્રિલરસિરીઝ ધ નાઇટ મેનેજર (2023)માં અભિનય કર્યો.

આદિત્યના મોટા ભાઈ સિદ્ધાર્થ રોય કપૂર યુટીવી મોશન પિક્ચર્સના સીઈઓ છે, જેમણે અભિનેત્રી વિદ્યા બાલન સાથે લગ્ન કર્યા છે.તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થ રોય કપૂરના આ ત્રીજા લગ્ન છે.

બીજા મોટા ભાઈ કુણાલ કપૂરે 'નૌટંકી સાલા' અને 'દિલ્હી બેલી' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.કુણાલ કપૂરે શાયોન્તી સાલ્વી સાથે લગ્ન કર્યા છે. આ દંપતીને ઇશાન નામનો પુત્ર અને શાઝિયા નામની પુત્રી છે.

રસપ્રદ વાત એ છે કે આદિત્યએ ક્યારેય અભિનય માટે કોઈ ક્લાસ લીધા નથી, પરંતુ તેને પોતાની હિન્દી ભાષા સુધારવા માટે ક્લાસ ચોક્કસ લેવા પડ્યા.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો



























































