ડેવિડ ધવને મૂવી એડિટિંગથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો, ગોવિંદા સાથે અનેક હિટ ફિલ્મો આપી જાણો તેના પરિવાર વિશે
બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ મેકર ડેવિડ ધવનઆજે (16 ઓગસ્ટ) પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેણે બોલિવુડને અનેક હિટ ફિલ્મો આપી છે. ડેવિડ ધવને 42 ફિલ્મો બનાવી જેમાંથી 17 ફિલ્મો ગોવિંદા સાથે હતી. ગોવિંદા સાથેની તેની મોટાભાગની ફિલ્મો હિટ રહી હતી.

Director David Dhawan Family Tree :બોલિવૂડમાં એકથી વધુ ફિલ્મ ડાયરેક્ટર રહી ચૂક્યા છે, પરંતુ તે બધામાં ડેવિડ ધવનનો પોતાનો અલગ ચાર્મ છે. ડેવિડ ધવને પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી સારી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. તેઓ મુખ્યત્વે કોમેડી ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. ડેવિડ ધવને પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ એડિટર તરીકે કરી હતી. ગોવિંદા સાથેની તેની મોટાભાગની ફિલ્મો હિટ રહી હતી. આવો જાણીએ આ મહાન ફિલ્મ નિર્દેશકના પરિવાર વિશે.

ડેવિડ ધવન ના પિતા મદન લાલ ધવન યુકો બેંકમાં એજીએમ હતા, જેઓ 1947માં પાકિસ્તાનના પેશાવર શહેરમાંથી ભારત આવ્યા હતા. પિતા થોડા દિવસ દિલ્હીમાં રહ્યા, પછી કાનપુર ગયા અને પરિવાર સાથે સ્થાયી થયા. તેમને 3 પુત્રો છે ડેવિડ ધવન,અનિલ ધવન અને અશોક ધવન , અશોક ધવનનું મૃત્યું થઈ ચૂક્યું છે. અનિલની પહેલી ફિલ્મ હિટ રહી અને આ ફિલ્મે તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધો. કાનપુરના લોકોએ આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી.

હિન્દી સિનેમા જગતમાં તેમના વિશેષ યોગદાન માટે જાણીતો ધવન પરિવાર આજે પણ યુપી સાથે ખાસ લગાવ ધરાવે છે. બોલિવૂડના દિગ્ગજ કલાકારોનું યુપીના કાનપુર શહેર સાથે ખાસ કનેક્શન છે.70 વર્ષીય ડેવિડ ધવન ઇન્ડસ્ટ્રીના જાણીતા ડિરેક્ટર છે. તેમણે 'કુલી નંબર 1', 'મૈં તેરા હીરો', 'જુડવા', 'હસીના માન જાયેંગી', 'સાજન ચલે સસુરાલ'થી લઈ 'જોડી નંબર 1' જેવી અઢળક ફિલ્મ બનાવી છે. ડેવિડ ધવનને બે દીકરાઓ વરુણ તથા રોહિત છે. વરુણ ધવન બોલિવૂડ એક્ટર છે, જ્યારે રોહિત ધવન પિતાની જેમ ડિરેક્ટર છે.

ફિલ્મ-ટીવી અભિનેતા અનિલ ધવને, જાણીતા ફિલ્મ નિર્માતા ડેવિડ ધવનના મોટા ભાઈ અને બોલિવૂડ સ્ટાર વરુણ ધવનના મોટા પપ્પા , તેમના જીવનના લગભગ આઠ વર્ષ કાનપુરમાં વિતાવ્યા છે. 1974માં આવેલી ફિલ્મ હવાસના ગીત 'તેરી ગલીયોં મેં ના રહેંગે કદમ આજ કે બાદ' ગીત 'યે જીવન હૈ ઇસ જીવન કા યેહી હૈ રંગ રૂપ' ગીતથી દર્શકોના દિલમાં સ્થાન બનાવનાર અનિલ ધવને કાનપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી પ્રારંભિક શિક્ષણ અને પછી ક્રાઈસ્ટચર્ચ કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું.

ડેવિડ ધવને કરુણા ધવન સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો છે, રોહિત ધવન અને વરુણ ધવન. રોહિત ધવન હિન્દી સિનેમામાં એક ફિલ્મ નિર્દેશક છે જ્યારે તેનો નાનો પુત્ર વરુણ ધવન હિન્દી સિનેમામાં પ્રખ્યાત ફિલ્મ અભિનેતા છે.

બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક અને નિર્માતા ડેવિડ ધવનના પુત્ર વરુણ ધવને પોતાની અભિનય કારકિર્દી પોતાના દમ પર સ્થાપિત કરી છે. જોકે વરુણને બોલિવૂડમાં ચોકલેટી હીરોની ઓળખ મળી છે.

એક્ટર વરુણ ધવન પોતાની પર્સનલ લાઈફને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. તેણે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નને બે વર્ષ થઈ ગયા છે. તેમના લગ્ન 24 જાન્યુઆરી 2021ના રોજ થયા હતા. વરુણના લગ્ન અલીબાગમાં થયા હતા. તેમના લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને સંબંધીઓ જ હાજર રહ્યા હતા. હાલમાં વરુણ ધવન જાહ્નવી કપૂર સાથે 'બાવાલ'માં લીડ રોલમાં જોવા મળ્યો હતો.

વરુણ ડેવિડ ધવનના બે પુત્રોમાં નાનો છે અને તેના મોટા ભાઈનું નામ રોહિત ધવન છે. રોહિત ધવન પણ વરુણ ધવનની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. વરુણ ધવને જ્હોન અબ્રાહમ સાથે તેના ભાઈ રોહિત ધવનની ફિલ્મ 'ઢિશૂમ'માં પણ કામ કર્યું છે. રોહિતે વરુણ ધવનની ફિલ્મ દેશી બોયઝ અને ઢીશૂમનું નિર્દેશન કર્યું છે. આ સિવાય વરુણે તેના પિતા ડેવિડ ધવનની ફિલ્મ 'મેં તેરા હીરો', 'કુલી નંબર-1' અને 'જુડવા-2'ની રિમેકમાં પણ કામ કર્યું છે. રોહિત ધવન 2 બાળકોનો પિતા પણ છે.

એક છોકરીના કારણે વરુણ ધવને તેના મોટા ભાઈ રોહિત ધવન તરફથી એક-બે નહીં પરંતુ છ થપ્પડ મારી હતી. વરુણ ધવને પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. વરુણ તેના ભાઈ સાથે ખૂબ જ સારી બોન્ડિંગ શેર કરે છે. વરુણે કહ્યું, 'એકવાર હું એક છોકરી સાથે રૂમમાં હતો, વરુણે કહ્યું દરવાજો ખોલતાની સાથે જ તેને તેના ભાઈએ જોરથી થપ્પડ મારી દીધી હતી. (all photo : instagram)
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
