Bharuch : ડિજિટલ યુગનો નવો પડકાર, Google જ્ઞાનથી કેમિસ્ટે બાથરૂમમાં MD ડ્રગ્સ બનાવ્યું
ભરૂચ SOG એ અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાંથી એક ગેરકાયદેસર નશીલા પદાર્થોની લેબોરેટરી ઝડપી પાડી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા 32 વર્ષીય આરોપી અનિલ રાખોલીયા જે કેમિસ્ટ છે.
ભરૂચ SOG એ અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાંથી એક ગેરકાયદેસર નશીલા પદાર્થોની લેબોરેટરી ઝડપી પાડી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા 32 વર્ષીય આરોપી અનિલ રાખોલીયા જે કેમિસ્ટ છે. જીઆઇડીસીની પ્રતિષ્ઠિત કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા અનિલે કબૂલ્યું છે કે તેણે ગેરકાયદેસર નશીલા પદાર્થો બનાવવા માટે જરૂરી માહિતી Google પરથી મેળવી હતી.
ગૂગલનો ઉપયોગ ડ્રગ્સ બનાવવા કરાયો
પોલીસ અનુસાર આરોપી અનિલે જણાવ્યું કે GOOGLE કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તેવા રિસર્ચ આપતું નથી માટે તેણે પોતાના ટેક્નિકલ જ્ઞાનનો ઉપયોગ કરી MEPHEDRONE ની સીધી ફોર્મ્યુલાના સ્થાને પ્રોસેસને તબક્કાઓમાં વહેંચી નશીલો પદાર્થ બનાવવા રસાયણો, ઉપકરણો અને ઉત્પાદન પ્રક્રિયાઓ વિશેની માહિતી ઓનલાઈન શોધી કાઢી હતી. તેણે વિડિયો ટ્યુટોરિયલ્સ અને વિજ્ઞાન સંબંધિત વેબસાઇટ્સનો પણ ઉપયોગ કર્યો હતો.
ઓનલાઈન માહિતીના દુરુપયોગનો કિસ્સો
SOG ના અધિકારી A V PANAMIYA અનુસાર આ કેસ ઓનલાઈન માહિતીના સંભવિત દુરુપયોગની ચિંતાજનક વાસ્તવિકતા દર્શાવે છે. અમે સાયબર વિશેષજ્ઞો સાથે ચર્ચા કરી આવી સંવેદનશીલ માહિતી સુધી પહોંચ નિયંત્રિત કરવામાં આવશે. ઓનલાઈન પ્લેટફોર્મ્સ અને વિશેષ કરીને સર્ચ એન્જિન્સ અબજો સર્ચ ક્વેરીઝ પર પ્રક્રિયા કરે છે અને સંવેદનશીલ માહિતી પર પ્રતિબંધ મૂકવાનું મુશ્કેલ છે પણ તંત્ર ધ્યાને આવેલી બાબત પાર ચોક્કસ પગલાં ભરશે.
કેમિસ્ટએ ઘરના બાથરૂમમાં લેબ બનાવી હતી
SOG ના એ.એસ.આઇ. હરેશભાઇ રામકૃષ્ણને બાતમી મળી હતી કે, અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ખાતે પરમભૂમિ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ સિધ્ધ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર B/301 માં રહેતા અનિલભાઇ રાખોલીયા પોતાના રહેણાંક ફ્લેટમાં ગેરકાયદેસર રીતે કલેન્ડેસ્ટાઈન લેબ તૈયાર કરી ગેરકાયદેસર રીતે અલગ-અલગ રસાયણનું મિશ્રણ કરી નશાકારક માદક પદાર્થનું ઉત્પાદન કરે છે. બાતમી આધારે રેઇડ કરતા અનિલભાઇ રાખોલીયાના ફલેટમાં ગેરકાયદેસર રીતે કલેન્ડેસ્ટાઈન લેબ બનાવી અલગ-અલગ રસાયણ મેળવી તેનું મિશ્રણ અને પ્રોસેસ કરી મેફેડ્રોન ડ્રગ્સનું ઉત્પાદન કરતા હોવાનું સામે આવતા અંકલેશ્વર GIDC પો.સ્ટે. માં નારકોટ્રીકસ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટાન્સીસ એકટ 1985 ની કલમ- 8(C), 22(C) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.આ સાથે કેમિસ્ટની ધરપકડ પણ કરવામાં આવી છે.
ઘણા સમયથી નશાનો કારોબાર ચલાવતો હોવાની શંકા
દરોડામાં રૂપિયા 2.24 લાખની કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સનો 75 ગ્રામ જથ્થો અને મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાના ઉપયોગમાં લેવામાં આવેલ અલગ-અલગ રો-મટીરીયલ તથા સાધન સામગ્રી કબ્જે કરવામાં આવી છે. SOG ના પોલીસ ઇન્સ્પેકટર એ.વી.પાણમીયાની રાહબરી હેઠળ PSI આર.બી.રાઠોડ સાથે ASI હરેશભાઇ રામકૃષ્ણ, ASI ગોવિંદરાવ લક્ષ્મણરાવ, ASI ગીરીશભાઇ જેઠાભાઇ, HC સુરેશભાઈ રામસીંગભાઈ, HC વિનોદભાઇ રણછોડભાઇ, HC શૈલેષભાઈ ઈશ્વરભાઈ, PC મોહમદગુફરાન મોહમદઆરીફ, PC તનવીર મહમંદફારૂક, WPC સુમિત્રાબેન મોતીભાઇ, ASI ક્રિપાલસિંહ ગણપતસિંહ, PC પ્રહલાદસિંહ દાનુભા નશીલા પદાર્થની ફેક્ટરી ઝડપી પાડવાની કામગીરીમાં જોડાયા હતા
NDPS ના કેસમાં 4 આરોપીઓને 15 વર્ષની સજા ફટકારાઈ, જાણવા માટે અહીં ક્લિક કરો..

