Breaking News: ‘Thar’ લઇને નીકળેલી 19 વર્ષીય યુવતીએ ડિલિવરી બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત, જુઓ VIDEO
સનફાર્મા રોડ પર ત્રણ યુવતીઓની થાર કારએ એક્ટિવા પર જતા ડિલિવરી બોય અભિષેક મોરેને કચડ્યો. મૃતકના પરિવારજનોએ પોલીસ પર આરોપ લગાવ્યો અને કડક કાર્યવાહી માટે માંગ કરી.
વડોદરામાં સનફાર્મા રોડ પર થયેલ અકસ્માતે સમગ્ર શહેરને અચંબામાં મૂકી દીધું છે. માહિતી અનુસાર અતલાદરા વિસ્તારમાં લગ્નમાંથી પરત ફરી રહેલી ત્રણ યુવતીઓની થાર કારે એક્ટિવા પર જતા ડિલિવરી બોય અભિષેક મોરેને ટક્કર મારી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ અભિષેકનું મોત નિપજ્યું.
મૃતકના પરિવારજનોએ ઘટનાસ્થળે ભારે હોબાળો કર્યો અને પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા. અકસ્માત સર્જનાર યુવતીની ઉંમર 19 વર્ષ હોવાનું અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ એવા આક્ષેપો ઉઠ્યા હતા કે યુવતીઓ નશામાં ધૂત હતી. જો કે પોલીસનું કહેવું છે પ્રાથમિક તપાસમાં એવું કંઈ સામે આવ્યું નથી. છતાં મેડિકલ કરાવાયું છે. તો અકસ્માત સમયે થારની સ્પીડ કેટલી હતી તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે.
આ ઘટનાથી આસપાસના લોકો પણ ઘટનાસ્થળે ઉમટી આવ્યા. ઘટનાની ચકાસણી માટે અટલાદરા પોલીસે તાત્કાલિક પગલાં લીધા અને ત્રણેય યુવતીઓની ધરપકડ કરી છે. પોલીસ જણાવે છે કે, આગામી તપાસમાં CCTV ફૂટેજ, અને અકસ્માતના શાક્ષાત સાબિતી સાથે સમગ્ર કિસ્સાને ગંભીરતાપૂર્વક આગળ વધારવામાં આવશે.
મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, માર્ગ પર વાહનચાલનના નિયમોનું પાલન દરેક માટે ફરજીયાત છે, અને નિયમોનો ભંગ કરવાથી જીવનો ભોગ બને છે. અતલાદરા પોલીસે પરિવારને અશ્વશાન આપ્યું છે કે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને વાહનચાલકો માટે દાખલ થયેલા નિયમોનું પાલન અનિવાર્ય રહેશે.
Breaking News: Rajkotમાં વેલેન્ટાઈન ડે પર હિન્દુ સંગઠનોનો વિરોધ, ‘Love Garden’માં હોબાળો, જુઓ Video
BCA ચૂંટણી પહેલાં ઈરફાન પઠાણનું સત્યમેવ જયતે ગ્રુપને ખુલ્લું સમર્થન
કોલંબોમાં રમાનારી ભારત-પાકિસ્તાન મેચને લઇને અંબાલાલ પટેલની આગાહી
Vadodara Thar Accident : થાર ચલાવતી યુવતીઓએ ડિલિવરી બોયને કચડ્યો
પાંચ પટ્ટી આંજણા ચૌધરી પટેલ સમાજે ઘડ્યું તેમનું બંધારણ

