Breaking News: Baroda Cricket Association ચૂંટણી પહેલાં ઈરફાન પઠાણનું ‘સત્યમેવ જયતે ગ્રુપ’ને સમર્થન, જુઓ Video
બરોડા ક્રિકેટ એસોસિએશનની આવતીકાલે યોજાનારી ચૂંટણી પહેલાં પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે સત્યમેવ જયતે ગ્રુપને ખુલ્લું સમર્થન આપ્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં તેમણે બરોડા ક્રિકેટના ઘટતા સ્તર અંગે ચિંતા વ્યક્ત કરી.
બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની આવતીકાલે 15 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી હવે વધુ રોમાંચક બની ગઈ છે. પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે ચૂંટણી પહેલાં સમર્થન જાહેર કરતાં રાજકીય માહોલ ગરમાવ્યો છે. ઈરફાને ‘સત્યમેવ જયતે’ ગ્રુપને ટેકો આપતાં બરોડા ક્રિકેટમાં પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
ઈરફાન પઠાણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરેલા વીડિયોમાં જણાવ્યું હતું કે, “બરોડાનું ક્રિકેટ સ્તર છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર રીતે નીચે ગયું છે.” તેમણે આક્ષેપ કર્યો કે, બિનઅનુભવી વ્યક્તિઓને સિલેક્શન કમિટીના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવે છે, જેનાથી પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે ન્યાય થતો નથી. ઈરફાનના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ બરોડા ક્રિકેટમાં પારદર્શિતા અને યોગ્ય વ્યવસ્થાપન ઈચ્છે છે.
ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં મુખ્ય ટક્કર Dr Darshan Banker અને પૂર્વ ક્રિકેટર Kiran More વચ્ચે છે. વડોદરાના મહારાજા Samarjitsinh Gaekwadના Royal Groupએ Satyamev Jayate સાથે ગઠબંધન કર્યું છે.
આ પરિસ્થિતિમાં ઈરફાન પઠાણનું સમર્થન ચૂંટણીની દિશા બદલી શકે તેવું માનવામાં આવે છે. ક્રિકેટપ્રેમીઓ અને BCA સભ્યો હવે આવતીકાલની ચૂંટણી પર નજર રાખી રહ્યા છે.બરોડા ક્રિકેટનું ભવિષ્ય કઈ દિશામાં જશે તે આવનારા પરિણામો નક્કી કરશે.
IND-PAK T20 World Cup Breaking : કોહલી-રોહિત વગર નવી ટીમ ઈન્ડિયા સામે પાકિસ્તાન, 15 નવા ચહેરા રમતા જોવા મળશે
BCA ચૂંટણી પહેલાં ઈરફાન પઠાણનું સત્યમેવ જયતે ગ્રુપને ખુલ્લું સમર્થન
કોલંબોમાં રમાનારી ભારત-પાકિસ્તાન મેચને લઇને અંબાલાલ પટેલની આગાહી
Vadodara Thar Accident : થાર ચલાવતી યુવતીઓએ ડિલિવરી બોયને કચડ્યો
પાંચ પટ્ટી આંજણા ચૌધરી પટેલ સમાજે ઘડ્યું તેમનું બંધારણ

