AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કોલંબોમાં રમાનારી ભારત-પાકિસ્તાન મેચને લઇને અંબાલાલ પટેલની આગાહી, આ સંકટના આપ્યા એંધાણ, જુઓ Video

Breaking News : કોલંબોમાં રમાનારી ભારત-પાકિસ્તાન મેચને લઇને અંબાલાલ પટેલની આગાહી, આ સંકટના આપ્યા એંધાણ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2026 | 2:35 PM
Share

આવતીકાલે  15 ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં R. Premadasa Stadium ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડકપનો મુકાબલો રમાવાનો છે, જો કે કોલંબોમાં  યોજાનારી ભારત–પાકિસ્તાન વચ્ચેની હાઇ-વોલ્ટેજ મેચને લઇને આગાહીકાર અંબાલાલ પટેલ એક મોટી આગાહી કરી છે. જેને લઇને ક્રિકેટ રસિકો ચિંતામાં મુકાયા છે. 

અંબાલાલ પટેલની આગાહી અનુસાર ભારત–પાકિસ્તાન વચ્ચેના મેચ પર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલે આગાહી કરતા જણાવ્યું છે કે મેચ દરમિયાન કોલંબોમાં આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે અને ચાલુ રમતમાં વરસાદ વિઘ્ન ઊભું કરી શકે છે.

અંબાલાલે આગાહી કરતા જણાવ્યુ છે કે આ કારણે મેચ ધોવાઈ જવાની સંભાવના છે. ક્રિકેટ ચાહકો અને બંને ટીમો સ્વચ્છ હવામાન માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે ભારત–પાકિસ્તાન મુકાબલો હંમેશાં રોમાંચક અને ભારે ઉત્સાહભર્યો ગણાય છે.જો કે હવામાનની સ્થિતિ પર તમામની નજર ટકી છે અને જો વરસાદ પડ્યો તો મેચના પરિણામ પર તેની સીધી અસર પડી શકે છે.

મહત્વનું છે કે આ તરફ શ્રીલંકાના હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે 15 ફેબ્રુઆરીની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર એક નીચા દબાણનો વિસ્તાર બનવાની ધારણા છે. AccuWeather આગાહી કરે છે કે મેચ શરૂ થવાના લગભગ બે કલાક પહેલા સાંજે 5 વાગ્યાની આસપાસ વરસાદની થોડી શક્યતા છે, પરંતુ રમત દરમિયાન હવામાન મોટે ભાગે વાદળછાયું રહેવાની ધારણા છે. તાપમાન લગભગ 27 ડિગ્રી સેલ્સિયસ અને ભેજનું સ્તર લગભગ 70 ટકા રહેવાની ધારણા છે, જે ખેલાડીઓ માટે પડકારજનક હોઈ શકે છે.

આ પણ વાંચો- IND-PAK T20 World Cup Breaking : કોહલી-રોહિત વગર નવી ટીમ ઈન્ડિયા સામે પાકિસ્તાન, 15 નવા ચહેરા રમતા જોવા મળશે

g clip-path="url(#clip0_868_265)">