અજય દેવગન
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વર્ષોથી કપૂર અને ખાનનો દબદબો હોય, પરંતુ અજય દેવગને ત્રણ દાયકાથી વધુ સમયથી પોતાનું મહત્વનું સ્થાન જાળવી રાખ્યું છે. અજય દેવગને વર્ષ 1991માં ફિલ્મ ફૂલ ઔર કાંટેથી તેના કરિયરની શરૂઆત કરી હતી અને આજે પણ તેની હિટ અને સુપરહિટ ફિલ્મો આપે છે.
54 વર્ષની ઉંમરે પણ અજય દેવગન 25 વર્ષના નવા કલાકારો સાથે સાથે 50ની ઉંમર પાર કરી ચૂકેલા એક્ટર્સને બોક્સ ઓફિસ પર ટક્કર આપે છે. 2 એપ્રિલ 1969ના રોજ દેશની રાજધાની દિલ્હીમાં જન્મેલા અજય દેવગને મુંબઈ જઈને મોટું નામ કમાવ્યું હતું. અજય દેવગને તેની પહેલી ફિલ્મ પછી ક્યારેય પાછું વળીને જોયું નથી. તેના કરિયરમાં તેને દ્રષ્યમ 2, તાન્હાજી: ધ અનસંગ વોરિયર, ગોલમાલ અગેન, સિંઘમ રિટર્ન્સ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો કરી.
હિન્દી સિનેમામાં અજય દેવગન કેટલો મોટો સ્ટાર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેને નવેમ્બર 2023 સુધીમાં 100 કરોડની ક્લબમાં સામેલ થતી નવ ફિલ્મો કરી છે. આ સિવાય તેની ત્રણ ફિલ્મો પણ 200 કરોડના ક્લબમાં સામેલ છે. આવનારા દિવસોમાં અજય દેવગન પાસે ઘણી મોટી ફિલ્મો છે જે બોક્સ ઓફિસ પર મોટા રેકોર્ડ બનાવી શકે છે.
Stock Market: બોલિવૂડ સેલેબ્સ મેદાનમાં ઉતર્યા ! આ IPOમાં શાહરૂખથી અમિતાભ સુધી બધાએ કરોડો દાવ પર લગાડ્યા – શું તમે પણ રોકાણ કરશો?
શેરબજારમાં એક એવો IPO આવ્યો છે કે, જેમાં બોલિવૂડના દિગ્ગજો પણ રોકાણ કરવા ઉતરી ગયા છે. શાહરૂખ ખાનથી લઈ અમિતાભ બચ્ચન સુધીના અનેક સ્ટાર્સે કરોડોનું રોકાણ કર્યું છે.
- Ravi Prajapati
- Updated on: Jul 26, 2025
- 6:44 pm
હિન્દી v/s મરાઠી ભાષાના વિવાદ પર અજય દેવગણે સિંધમ સ્ટાઈલમાં જવાબ આપ્યો કહ્યું, આતા માઝી સટકલી
અજય દેવગનની ફિલ્મ 'સન ઓફ સરદાર 2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં અજય દેવગન એક નવા અંદાજમાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન અજય દેવગણે સિંધમ સ્ટાઈલમાં મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા પર ચાલી રહેલા વિવાદ પર જવાબ આપ્યો હતો.
- Nirupa Duva
- Updated on: Jul 11, 2025
- 3:20 pm
આ બોલિવૂડ ફિલ્મો ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે, ઓપરેશન સિંદૂર પર ફિલ્મ બનાવવાની થઈ રહી છે ચર્ચા
યુદ્ધના મેદાનમાં સૈનાનું બલિદાન, તેનું સાહસ,રણનીતિ અને માતૃભમિ માટે લડવાની તાકત દર્શાવે છે. આ બધાને બોલિવુડ ફિલ્મમાં ખુબ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. તો આજે આપણે યુદ્ધ પર બનેલી ફિલ્મો વિશે વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: May 9, 2025
- 4:43 pm
Pahalgam Terror Attack : પહેલગામ હુમલા પર બોલિવૂડ સ્ટાર્સે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું યોગ્ય જવાબ આપવો પડશે
Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહેલાગામમાં થયેલા આતંકી હુમલાથી તમામ લોકો દુખી છે.અનુપમ ખએર, સંજય દત્ત, અજય દેવગન, અક્ષય કુમાર અને રવીના ટંડન સહિત તમામ સ્ટાર આ ઘટના પર રિએક્શન આપી રહ્યા છે.
- Nirupa Duva
- Updated on: Apr 23, 2025
- 12:14 pm
ગુજરાતના આ પ્રોજેક્ટમાં પણ અજય દેવગને કર્યું છે મોટું રોકાણ, એક-બે નહી પરંતુ 7 કંપનીનો છે માલિક
અજય દેવગન કુલ 427 કરોડની સંપત્તિનો માલિક છે. તેની પાસે અનેક મોંઘી લગ્ઝરી કાર પણ છે.બોલિવુડ અભિનેતા અજય દેવગન 56 વર્ષનો છે. હુજ પણ તેની ફિલ્મ ચાહકોને ખુબ પસંદ આવે છે.
- Nirupa Duva
- Updated on: Apr 3, 2025
- 12:52 pm
Breaking News : મુશ્કેલીમાં મુકાયા શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફ ! પાન મસાલાની જાહેરાત પર નોટિસ, જાણો મોટું કારણ
પાન મસાલાની જાહેરાતના મામલે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને નોટિસ ફટકારવામાં આવી છે. તેમને કથિત ભ્રામક જાહેરાત બદલ 19 માર્ચે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
- Sagar Solanki
- Updated on: Mar 8, 2025
- 5:36 pm
માતા-પિતાથી લઈને પત્ની અને ભાઈ અને ભાણેજ બોલિવુડમાં સક્રિય, પત્ની સાથે બોલિવુડમાં આપી ચૂક્યો છે હિટ ફિલ્મો
બોલિવૂડના 'સિંઘમ' તરીકે જાણીતા અજય દેવગન ઘણા વર્ષોથી ફિલ્મ ઉદ્યોગ પર રાજ કરી રહ્યા છે. કોમેડીથી લઈને ઈમોશનલ પડદા પર દરેક પ્રકારના પાત્રને ખૂબ જ સારી રીતે ભજવ્યા છે. અજય દરેક ભૂમિકાને સારી રીતે નિભાવે છે. તો આજે આપણે અજય દેવગનના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.
- Nirupa Duva
- Updated on: Apr 2, 2025
- 9:36 am
રવિનાની પુત્રીથી લઈને સૈફ અલી ખાનના પુત્ર સુધી, આ 5 સ્ટાર કિડ્સ આ વર્ષે ડેબ્યૂ કરશે, જુઓ ફોટો
વર્ષ 2025માં એક બાજુ સલમાન ખાનથી લઈ સની દેઓલની ફિલ્મો રિલીઝ થઈ રહી છે. તો બીજી બાજુ રાશા થડાની અને ઈબ્રાહિમ અલી ખાન જેવા સુપર સ્ટાર કિડ્સ પોતાનું બોલિવુડ ડેબ્યુ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ કયાં ક્યાં સ્ટાર કિડ્સ આ વર્ષ 2025માં ડેબ્યુ કરશે.
- Nirupa Duva
- Updated on: Jan 1, 2025
- 3:59 pm
Upcoming Movie : 2025માં આવશે 4 રોમેન્ટિક-કોમેડી ફિલ્મો, લવ-ઈમોશન સાથે ખૂબ જ હસાવશે, તારીખ અને દિવસ નોંધી રાખો
upcoming Movies in 2025 : વર્ષ 2024 બોક્સ ઓફિસ માટે શાનદાર રહ્યું. હવે વર્ષ 2025 શરૂ થવાનું છે અને બોક્સ ઓફિસ પર ઘણી મોટી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. ચાલો જાણીએ કે નવા વર્ષમાં કઈ કઈ ફિલ્મો પર્દા પર આવવા જઈ રહી છે.
- Meera Kansagara
- Updated on: Dec 28, 2024
- 2:32 pm
અમિતાભ, શાહરૂખ અને અજય દેવગણે કર્યું આ કંપનીમાં રોકાણ, ટૂંક સમયમાં આવી રહ્યો છે IPO
બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે એવી કંપનીમાં પૈસા રોક્યા છે જે ટૂંક સમયમાં IPO લાવવાની યોજના બનાવી રહી છે. પૈસાનું રોકાણ કરનારાઓમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અજય દેવગણ અને રિતિક રોશન જેવા નામ સામેલ છે. કંપની રૂ. 1,000 કરોડનો IPO લાવવાની તૈયારી કરી રહી છે.
- Dilip Chaudhary
- Updated on: Dec 23, 2024
- 9:06 pm