Bollywood Celebs Demands : નો લિપ-લોકથી લઈને બેસ્ટ જિમ સુધી, બોલિવુડ સેલેબ્સ ફિલ્મ સાઈન કરતા પહેલા રાખે છે આવી શરતો
Bollywood Celebs Demands: બોલિવુડ સેલેબ્સ (Bollywood Celebs) અનેક ફિલ્મોમાં કામ કરે છે પરંતુ તે ફિલ્મો સાઈન કરતા પહેલા ફિલ્મમેકર પાસેથી અનેક વસ્તુઓની ડિમાન્ડ કરે છે. તો તમને જણાવી દઈએ કે શાહરુખથી લઈને સલમાન સુધી ફિલ્મ સાઈમ કરતા પહેલા કઈ શરતો રાખે છે.

સલમાન ખાન ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સુપરસ્ટારમાંથી એક છે. કોઈપણ ફિલ્મ સાઈન કરતા પહેલા તે એક શરત રાખે છે. તે પહેલાથી જ ફિલ્મમેકરને કહે છે કે તે કોઈ પણ કિસિંગ સીન અને ઈન્ટીમેટ સીન નહીં કરે. (PC: Social Media)

ઋતિક રોશન તેની ફિટનેસને લઈને જાણીતો છે. તે પોતાની હેલ્થ સાથે કોઈ બાંધછોડ કરતો નથી. ઋતિક જ્યારે પણ કોઈ ફિલ્મ સાઈન કરે છે ત્યારે તેની પહેલી માગ એ હોય છે કે તેને શહેરમાં તમામ સાધનો સાથે સારું જીમ મળે અને તે દરેક જગ્યાએ તેના પર્સનલ શેફને સાથે લઈ જાય છે. (PC: Social Media)

પ્રિયંકા ચોપરા ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. બોલિવુડ બાદ હવે તે હોલીવુડમાં પણ ધૂમ મચાવી રહી છે. પ્રિયંકાએ ફિલ્મ સાઈન કરતા પહેલા એક શરત રાખે છે કે તે કોઈપણ પ્રકારના ન્યૂડ સીન નહીં કરે. (PC: Social Media)

અક્ષય કુમાર તેની ફિટનેસ અને સમયની પાબંદી માટે જાણીતો છે. દરેક ફિલ્મમેકર પાસેથી તેની બે માંગણીઓ છે. પહેલી માગ તે રવિવારે કામ કરશે નહીં અને તેના પરિવાર સાથે સમય વિતાવશે અને બીજું ફિલ્મનું શૂટિંગ 100-120 દિવસમાં પૂર્ણ થવું જોઈએ જેથી તે તેના અન્ય પ્રોજેક્ટ્સ પર કામ કરી શકે. (PC: Social Media)

શાહરૂખ ખાન દરેક ફિલ્મમેકર સાથે કામ કરવા માંગે છે. શાહરૂખની પહેલી માગ છે કે તે ફિલ્મમાં ઘોડેસવારીનો કોઈ સીન નહીં કરે, બીજી ડિમાન્ડ નો લિપ-લોક પોલિસી. (PC: Social Media)