Breaking News : કચ્છના કંડલા OTB નજીક બે જહાજ અથડાતા મોટો અકસ્માત, 24 લોકોનું રેસ્ક્યૂ
પ્રાથમિક માહિતી મુજબ, કોલસાથી ભરેલું એક જહાજ અન્ય એક જહાજ સાથે અથડાયું હતું. ટક્કર બાદ K Max Emperor નામના જહાજને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જહાજમાં પાણી ભરાઈ જતાં પરિસ્થિતિ ગંભીર બની હતી.
કચ્છના કંડલા OTB નજીક બે જહાજ વચ્ચે ટક્કર થતાં અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, કોલસાથી ભરેલું એક જહાજ અન્ય એક જહાજ સાથે અથડાયું હતું. ટક્કર બાદ K Max Emperor નામના જહાજને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જહાજમાં પાણી ભરાઈ જતાં પરિસ્થિતિ ગંભીર બની હતી.
કંડલા OTB નજીક બે જહાજ ટકરાયા
અકસ્માતની જાણ થતાં જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘટનામાં જહાજના કેપ્ટન અને 2 ચીફ એન્જિનિયર સહિત કુલ 24 લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રેસ્ક્યૂ બાદ તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગેની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
24 લોકોનું કરાયું રેસ્ક્યૂ
બીજી તરફ, કોઈપણ પ્રકારની વધુ મુશ્કેલી ઊભી થાય અથવા જહાજને મદદની જરૂર પડે તે માટે 2 પોર્ટ ટગ અને 2 કોસ્ટ ગાર્ડ જહાજોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. હાલ અકસ્માત બાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જહાજને થયેલા નુકસાન અને ટક્કરનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી શકે છે.
OTB વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ
અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કંડલા OTB વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરી દરમિયાન જહાજની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. તેમજ સમુદ્રમાં કોઈ વધુ નુકસાન ન થાય અને જરૂરી સમયે તાત્કાલિક મદદ મળી રહે તે માટે પોર્ટ તથા કોસ્ટ ગાર્ડની ટીમો એલર્ટ મોડ પર છે. અકસ્માત અંગે વધુ વિગતો તપાસ બાદ સામે આવી શકે છે.
Breaking News: ISROનું રેડ એલર્ટ! 44 વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ત્રાટકશે, ગુજરાત-મહારાષ્ટ્ર સહિતના રાજ્યો પર તોળાઈ રહ્યુ છે જોખમ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
અમદાવાદમાં LCB ત્રાટકી: ₹17.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ભાવનગરમાં જળસંકટને રોકવા તાત્કાલિક બોર તળાવને ભરવાની ઉઠી માગ
જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ

