AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારત પરત ફરશે 1000 વર્ષ જૂની ‘ચોળા’ ધરોહર, નેધરલેન્ડે સોંપ્યા ઐતિહાસિક તામ્રપત્ર

નેધરલેન્ડે 11મી સદીના ચોળા વંશ સાથે જોડાયેલા ઐતિહાસિક તામ્રપત્રો ભારતને પરત આપ્યા છે. આ તામ્રપત્રો ચોળા સામ્રાજ્યની સંસ્કૃતિ, સમુદ્રી શક્તિ અને દક્ષિણ ભારતીય ઇતિહાસના મહત્વપૂર્ણ પુરાવા માનવામાં આવે છે.

| Updated on: May 17, 2026 | 8:54 AM
Share
ભારત માટે ગૌરવની એક ઐતિહાસિક ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે નેધરલેન્ડ સરકારે ચોળા સામ્રાજ્ય સાથે જોડાયેલા લગભગ 1000 વર્ષ જૂના તામ્રપત્રો ભારતને સત્તાવાર રીતે પરત આપ્યા. (Image Credit Source: ANI, X)

1 / 12
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ તામ્રપત્રો 11મી સદીના હોવાનું માનવામાં આવે છે અને દક્ષિણ ભારતીય ઇતિહાસ તથા તમિલ સંસ્કૃતિ માટે અત્યંત મહત્વ ધરાવે છે. (Image Credit Source: ANI, X)

2 / 12
ચોળા સામ્રાજ્ય દક્ષિણ ભારતના સૌથી શક્તિશાળી અને સમૃદ્ધ રાજવંશો પૈકીનું એક માનવામાં આવે છે, જેણે 9મીથી 13મી સદી દરમિયાન તમિલ પ્રદેશમાં શાસન કર્યું હતું. ચોળા શાસકો તેમની શક્તિશાળી નૌકાદળ, ભવ્ય મંદિરો અને ઉત્તમ પ્રશાસન વ્યવસ્થા માટે વિશ્વભરમાં જાણીતા હતા. (Image Credit Source: Social Media)

3 / 12
રાજરાજા ચોળ અને રાજેન્દ્ર ચોળ જેવા શાસકોએ ભારત ઉપરાંત દક્ષિણ-પૂર્વ એશિયા સુધી પોતાના સામ્રાજ્યનો પ્રભાવ વિસ્તરાવ્યો હતો. (Image Credit Source: Social Media)

4 / 12
ચોળા સામ્રાજ્યના મંદિરો તેની ભવ્યતા, સુક્ષ્મ કોતરણી અને વિશાળ દ્રવિડ શૈલીના મંદિરો માટે પ્રસિદ્ધ છે. ચોળા શાસકોએ તંજાવુરનું પ્રસિદ્ધ બૃહદેશ્વર મંદિર સહિત અનેક ઐતિહાસિક મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું, જે આજે પણ ભારતીય સ્થાપત્યકળાના શ્રેષ્ઠ ઉદાહરણો માનવામાં આવે છે. આ મંદિરો માત્ર ધાર્મિક કેન્દ્રો જ નહીં પરંતુ કલા, સંસ્કૃતિ અને શિક્ષણના મહત્વપૂર્ણ કેન્દ્રો પણ હતા. (Image Credit Source: Social Media)

5 / 12
આ ઐતિહાસિક તામ્રપત્રોને “લેઇડેન પ્લેટ્સ” તરીકે ઓળખવામાં આવે છે. તેમાં કુલ 21 મોટા અને 3 નાના તામ્રપત્રોનો સમાવેશ થાય છે. મોટાભાગના લખાણો તમિલ ભાષામાં કોતરાયેલા છે, જ્યારે કેટલાક ભાગોમાં સંસ્કૃત ભાષાનો પણ ઉપયોગ થયો છે. આ દસ્તાવેજોમાં સમ્રાટ રાજેન્દ્ર ચોલા પ્રથમ દ્વારા તેમના પિતા રાજરાજા ચોલ પ્રથમને આપવામાં આવેલા વચન અને બૌદ્ધ વિહારને અપાયેલા દાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (Image Credit Source: Social Media)

6 / 12
માહિતી મુજબ, આ તામ્રપત્રો તમિલનાડુના નાગપટ્ટિનમ સ્થિત ચુલામણિવર્મ વિહારને અનાઇમંગલમ ગામ દાનમાં આપવાની સત્તાવાર નોંધ તરીકે તૈયાર કરવામાં આવ્યા હતા. ચોળા શાસનકાળ દરમિયાન ધાર્મિક સહિષ્ણુતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું આ મહત્વપૂર્ણ ઉદાહરણ માનવામાં આવે છે. (Image Credit Source: Social Media)

7 / 12
આ તામ્રપત્રોનું કુલ વજન અંદાજે 30 કિલોગ્રામ છે અને તે ચોળા સામ્રાજ્યની શાહી મુદ્રા ધરાવતા કાંસ્યના વળયા દ્વારા જોડાયેલા છે. (Image Credit Source: ANI X)

8 / 12
ઇતિહાસકારો અનુસાર, રાજરાજા ચોળ પ્રથમ દ્વારા મૂળ આદેશ મૌખિક રીતે આપવામાં આવ્યો હતો, પરંતુ તેમના પુત્ર રાજેન્દ્ર ચોળા પ્રથમએ તેને કાયમી રીતે સુરક્ષિત રાખવા તામ્રપત્રોમાં ઉત્કીર્ણ કરાવ્યો હતો. (Image Credit Source: Social Media)

9 / 12
ઇતિહાસ અનુસાર, આ તામ્રપત્રો 18મી સદી દરમિયાન એક ડચ મિશનરી દ્વારા નેધરલેન્ડ લઈ જવામાં આવ્યા હતા. ભારત સરકારે 2012થી તેની વાપસી માટે રાજદ્વારી અને સાંસ્કૃતિક સ્તરે સતત પ્રયાસો શરૂ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય સમિતિએ પણ સ્વીકાર્યું હતું કે આ ઐતિહાસિક ધરોહર પર ભારતનો હક્ક યોગ્ય અને વૈધ છે. (Image Credit Source: Social Media)

10 / 12
પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગને “દરેક ભારતીય માટે ગૌરવ અને આનંદની ક્ષણ” ગણાવી હતી. તેમણે જણાવ્યું કે ચોળા યુગના આ તામ્રપત્રો માત્ર ઐતિહાસિક દસ્તાવેજો નથી, પરંતુ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, નૌકાદળ શક્તિ અને પ્રશાસનિક કુશળતાના જીવંત પુરાવા છે. તેમણે નેધરલેન્ડ સરકાર તેમજ લીડેન યુનિવર્સિટીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો, જેમણે વર્ષો સુધી આ ધરોહરને સુરક્ષિત રાખી હતી. (Image Credit Source: ANI, X)

11 / 12
આ ધરોહરની વતન વાપસી માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ વિશ્વભરમાં વીખરાયેલી ભારતીય સાંસ્કૃતિક સંપત્તિને પરત લાવવાના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે. (Image Credit Source: ANI X)

12 / 12

શું તમે જાણો છો, ભારતમાં સૌથી વધુ ‘સોનું’ આપતું ‘રાજ્ય’ કયું છે? 

Follow Us
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો

ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા

ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video

વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના

રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન

અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક

નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા

અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ

Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ

અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video

g clip-path="url(#clip0_868_265)">